IPL 2022 ઓપનિંગ સેરેમની: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન આજે એટલે કે 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને છેલ્લી વખતની રનર્સ-અપ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) લીગની પ્રથમ મેચમાં સામસામે ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 07.30 વાગ્યાથી રમાશે. મેચ પહેલા કોઈ ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. આ સતત ચોથું વર્ષ હશે જ્યારે IPLની ઓપનિંગ સેરેમની નહીં હોય. IPLની છેલ્લી ઓપનિંગ સેરેમની 2018માં થઈ હતી. પરંતુ તે પછી 2019 થી કોઈ ઓપનિંગ સેરેમની થઈ નથી. BCCI ઓપનિંગ સેરેમનીને બદલે મેચ પહેલા ટોક્યો ઓલિમ્પિયન્સનું સન્માન કરશે.
nsideSports દ્વારા અહેવાલ મુજબ, કોલકાતા અને ચેન્નાઈ વચ્ચેની મેચ પહેલા, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનું સન્માન કરશે. જેમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને એક કરોડ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવશે. નીરજ ઉપરાંત બજરંગ પુનિયા, રવિ દહિયા, લવલીનાનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પુરૂષો અને મહિલા હોકી ટીમોના મોટાભાગના સભ્યો પણ ભાગ લે તેવી અપેક્ષા છે. ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક ટુકડીએ છ મેડલ જીત્યા હતા
ઉદઘાટન સમારોહ કેમ નથી થઈ રહ્યો?
ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદ BCCI IPL ઓપનિંગ સેરેમનીનું આયોજન કરી રહ્યું નથી. પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને આ શહીદોના સન્માનમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો હતો. આ પછી, કોરોનાને કારણે 2020 અને 2021માં ઉદ્ઘાટન સમારોહ યોજાઈ શક્યો નહીં. હવે 2022માં પણ ઓપનિંગ સેરેમની યોજાશે નહીં.