કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2022 ની તેમની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સને 33 બોલ બાકી રહેતા છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની તેમની બીજી જીત નોંધાવી. આ જીત બાદ કોલકાતાની ટીમ ચાર પોઈન્ટ સાથે આઈપીએલ 2022 પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમના કો-ઓનર શાહરૂખ ખાન પણ આન્દ્રે રસેલની બેટિંગ જોઈને ખૂબ જ ખુશ થયા હતા, જેણે કોલકાતાને પંજાબ સામે શાનદાર જીત અપાવી હતી. બોલિવૂડના કિંગ ખાન, શાહરૂખે રસેલ તેમજ સમગ્ર ટીમના વખાણ કર્યા છે. મેચ દરમિયાન રસેલે 31 બોલમાં અણનમ 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. રસેલ સિવાય ઉમેશ યાદવે બોલિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો :
જીત બાદ રસેલ, ઉમેશ યાદવ સહિત કોલકાતાની આખી ટીમને અભિનંદન આપતા શાહરૂખ ખાને ટ્વીટમાં લખ્યું, ‘મારા મિત્ર આન્દ્રે રસેલનું સ્વાગત છે, બોલને આ રીતે ઉડતા જોયાને ઘણો સમય થઈ ગયો છે. જ્યારે તમે આ પ્રકારની ઇનિંગ્સ રમો છો, ત્યારે તે અલગ જ લાગે છે. અને તેજસ્વી ઉમેશ યાદવ અને શ્રેયસ અય્યર.
પંજાબ કિંગ્સ તરફથી મળેલા 138 રનના લક્ષ્યાંકના જવાબમાં કોલકાતાએ 51 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી ત્યારે રસેલ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. આ પછી રસેલ નામના વાવાઝોડાએ કોલકાતાને પાંચ ઓવર પહેલા ધમાકેદાર જીત અપાવી હતી. મેચમાં સૌથી વધુ ચાર વિકેટ લેનાર ઝડપી બોલર ઉમેશ યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉમેશ પાસે હવે પર્પલ કેપ છે જ્યારે રસેલ પાસે ઓરેન્જ કેપ છે.
આ પણ વાંચો :