આગામી કેટલાક મહિનાઓ દરમિયાન ભારતમાં ચોમાસાના કોર્સ અંગે એજન્સીઓના અલગ-અલગ મંતવ્યો હોવા છતાં, વિશ્લેષકોને વિશ્વાસ છે કે વર્તમાન હવામાનની આગાહીની બજારો પર અસર થવાની શક્યતા છે. જો કે, તેમનું માનવું છે કે અલ નીનોના કારણે અસાધારણ ચોમાસું ટૂંકાથી મધ્યમ ગાળામાં બજારના સેન્ટિમેન્ટ પર ગંભીર અસર કરી શકે છે કે કેમ તે કહેવું બહુ વહેલું ગણાશે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે, “આ માત્ર પ્રારંભિક અંદાજ છે અને અમે એક મહિનામાં હવામાનની આગાહી કરનારાઓ પાસેથી નવી માહિતી મેળવીશું. વર્તમાન સમાચારોના આધારે, તે કહેવું વહેલું છે કે આનાથી બજારના સેન્ટિમેન્ટ પર અસર થશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ભારતમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે લોંગ-પીરિયડ એવરેજ (LPA)ના 96 ટકા સાથે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે. વિભાગે એમ પણ કહ્યું છે કે અલ નીનોની અસર ચોમાસાની સિઝનના ઉત્તરાર્ધમાં જોવા મળી શકે છે. ઐતિહાસિક રીતે, અલ નીનો વર્ષોમાં, ચોમાસું સમયના 60 ટકા સામાન્ય રહ્યું છે.
બીજી બાજુ, ખાનગી હવામાન આગાહી કરતી એજન્સી સ્કાયમેટે આ વર્ષે 94 ટકા એલપીએ સાથે સામાન્યથી ઓછો વરસાદ થવાની આગાહી કરી છે.
મોટે ભાગે, જો વરસાદ એલપીએના 90 થી 95 ટકાની વચ્ચે હોય, તો તેને ‘સામાન્યથી નીચે’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
તાજેતરમાં, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના વિશ્લેષકોએ લખ્યું હતું કે, ‘આ વર્ષે એપ્રિલ મહિનામાં વરસાદની આગાહી આત્મવિશ્વાસને પ્રેરિત કરતી નથી. છેલ્લાં પાંચ વર્ષમાં વાસ્તવિક વરસાદ કાં તો સ્કાયમેટ દ્વારા પ્રથમ આગાહી કરવામાં આવી હતી તેના કરતાં ઘણો વધારે કે ઓછો રહ્યો છે. આ તફાવત એટલો હતો કે વર્ષ 2018માં 9.4 ટકા ઓછો વરસાદ પડ્યો હતો અને વર્ષ 2019માં 18.2 ટકા વધુ વરસાદ થયો હતો. આમ, સ્કાયમેટના એપ્રિલના અંદાજ કરતાં સરેરાશ વાસ્તવિક વરસાદ 4.6 ટકા વધુ રહ્યો છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વરસાદનું પ્રમાણ અને તેનો સમય પાકની વાવણી, ઉત્પાદન અને ભાવને નોંધપાત્ર રીતે અસર કરશે.
જો કે, ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરના જણાવ્યા અનુસાર, જળાશયોનું સ્તર હજુ પણ બરાબર છે. આથી, જૂન 2023માં ચોમાસામાં થોડો વિલંબ એ બહુ પડકારજનક નહીં હોય.
નાયરે જણાવ્યું હતું કે, “જો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેશે, તો અમે નાણાકીય વર્ષ 2023-24 માટે 6 ટકાના GDP વૃદ્ધિના અનુમાનમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીના ઘટાડાનું અનુમાન કરી શકીએ છીએ.”‘
ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને ઓટો સેક્ટર માટે, જિયોજીતના શાહને લાગે છે કે જો ચોમાસા દરમિયાન વરસાદ પ્રમાણમાં ઓછો હશે તો અહીં ખર્ચને અસર થશે.