Updated: Jan 4th, 2024
image :Socialmedia
– દસ દિવસ પહેલાં સરકારે પાલિકાના ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરી હતી તે પણ રદ્દ કરવામાં આવી
સુરત,તા.4 જાન્યુઆરી 2024,ગુરુવાર
સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર તરફથી 10 દિવસ પહેલાં ત્રણ ડેપ્યુટી કમિશ્નરની નિમણૂક કરી હતી. તેમાંથી ગઈકાલે રાત્રે એક ડેપ્યુટી કમિશ્નરની નિમણુંક રદ્દ કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય સાથે સાથે સુડાના સીઈઓની પણ નિમણુંક રદ્દ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકામાં સરકારનું પ્રભુત્વ વધે તે માટે પાલિકામાં એક વધારાના ડેપ્યુટી કમિશ્નરની પણ નિમણૂક કરી દીધી હતી. પરંતુ ગઈકાલે મોડી રાત્રે સરકારમાંથી એક ઓર્ડર કર્યો છે તેમાં ત્રણમાંથી એક ડેપ્યુટી કમિશનરની નિમણુંક રદ્દ કરવામાં આવી છે. સરકારમાંથી 10 દિવસ પહેલા એટલે કે 22 ડિસેમ્બરના રોજ વિદેહ ખરેની કરેલી નિમણુંક રદ કરી દેવામાં આવી છે. આ દિવસે જ સુડાના સીઈઓ તરીકે યોગેશ ચૌધરીની નિમણુંક કરવામાં આવી હતી તે નિમણુંક પણ રદ્દ કરવામાં આવી છે.
સુડા ચેરમેન તરીકે યોગેશ ચૌધરીની નિમણુંક રદ કર્યા બાદ સરકારે કે.એસ.વસાવાની નિમણુંક સુડાના સીઈઓ તરીકે કરી દીધી છે. સરકારના આ નિર્ણય 10 દિવસમાં જ બદલાતા પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.