85
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની કબીરા મોબિલિટીએ કતાર સ્થિત અલ-અબ્દુલ્લાહ ગ્રૂપ પાસેથી ભંડોળમાં $50 મિલિયન (આશરે રૂ. 412 કરોડ) એકત્ર કર્યા છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી.
પણજી સ્થિત કંપની આ ભંડોળનો ઉપયોગ દેશમાં તેના ભાવિ વિકાસ માટે કરશે. કંપની તેની ઈલેક્ટ્રિક બાઈક KM3000 અને KM4000ની ઉત્પાદન ક્ષમતા વધારવા, નવા ઉત્પાદનો રજૂ કરવા અને સમગ્ર દેશમાં વેચાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારવાની યોજના ધરાવે છે.
કબીરા મોબિલિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જબીર સિવાચે જણાવ્યું હતું કે કંપનીએ ઇક્વિટી વેચાણ દ્વારા $50 મિલિયન એકત્ર કર્યા છે. જોકે, કંપનીઓએ આ અંગે વધુ માહિતી આપી નથી.