અદાણીની આ કંપનીનો કમાલ, હવે Tata અને અંબાણીના ક્લબમાં થઈ સામેલ

અદાણીની આ કંપનીનો કમાલ, હવે Tata અને અંબાણીના ક્લબમાં થઈ સામેલ

by Aaradhna
0 comment 2 minutes read

દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યવસાયી ગૌતમ અદાણીની કંપનીઓ શેર માર્કેટમાં સતત સારું પરફોર્મ કરી રહી છે. આ કંપનીઓના દમ પર ગૌતમ અદાણીની સંપત્તિ પણ ઝડપથી વધી રહી છે. એટલું જ નહીં હવે અદાણી ગ્રુપ ટાટા ગ્રુપ અને અંબાણી ગ્રુપ જેવા ટોપ કોર્પોરેટ હાઉસમાં સામેલ થઈ ગયુ છે. હવે અદાણી ગ્રુપમાં એવી કંપનીઓની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે, જેનો માર્કેટ કેપ બે લાખ કરોડ રૂપિયા કરતા વધુ છે. આ સ્તરને હાંસલ કરનારી અદાણી સમૂહની ચોથી કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (Adani Enterprise Ltd.) છે. મંગળવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેર પાંચ ટકા કરતા વધુ ઉછળીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા. આ સાથે જ કંપનીનો માર્કેટ કેપ બે લાખ કરોડ રૂપિયાને પાર નીકળી ગયો. આજના કારોબારમાં તેનો શેર 1 ટકા કરતા વધુ તૂટ્યો પરંતુ, ત્યારે પણ કંપનીની માર્કેટ કેપ બે લાખ કરોડ રૂપિયાથી ઉપર જળવાઈ રહી છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેર 2021માં ત્રણ ગણા કરતા વધુ ઉપર ચડ્યા છે. આ વર્ષે આ કંપનીના શેર અત્યારસુધીમાં આશરે સાત ટકા ઉપર જઈ ચુક્યા છે. આ પહેલા અદાણી સમૂહની જે ત્રણ કંપનીઓએ બે લાખ કરોડ રૂપિયા કરતા વધુનો માર્કેટ કેપ બનાવ્યો, તે અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) છે. હવે આ ચારેય કંપનીઓનો ભેગો માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાને પાર જઈ ચુક્યો છે.

હાલ ટાટા ગ્રુપ ભારતનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ છે. શેર માર્કેટમાં હાલ ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ છે. તેમાંથી ટીસીએસ (TCS), ટાઈટન (Titan) અને ટાટા સ્ટીલ (Tata Steel) તો દેશની 30 સૌથી મોટી કંપનીઓમાં સામેલ છે. ટીસીએસ ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. તમામ લિસ્ટેડ કંપનીઓને ભેગી કરીને ટાટા ગ્રુપનો માર્કેટ કેપ 24 લાખ કરોડ રૂપિયા કરતા વધુ થઈ જાય છે. બીજા નંબર પર મુકેશ અંબાણીનું ગ્રુપ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આશરે 16.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની છે.

You may also like

Leave a Comment