કાપોદ્રા પોલીસનો પી.આઈ રાઈટર અને વચેટીયો રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

by Aadhya
0 comment 2 minutes read

પોક્સોના ગુનામાં આરોપી અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવા હેડ કોન્સ્ટેબલ જયદિપ પાટીલે લાંચ માંગી હતી

એસીબીએ પોલીસ સ્ટેશનની સામે હાઇસ્કુલના મુખ્ય ગેટની પાસે છટકું ગોઠવી જયદિપ પાટીલ અને વચેટીયા એવા બાંધકામ કોન્ટ્રાકટર સુરેશ હિરપરાને ઝડપી લીધા

Updated: Jan 3rd, 2024

– પોક્સોના ગુનામાં આરોપી અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવા હેડ કોન્સ્ટેબલ જયદિપ પાટીલે લાંચ માંગી હતી

– એસીબીએ પોલીસ સ્ટેશનની સામે હાઇસ્કુલના મુખ્ય ગેટની પાસે છટકું ગોઠવી જયદિપ પાટીલ અને વચેટીયા એવા બાંધકામ કોન્ટ્રાકટર સુરેશ હિરપરાને ઝડપી લીધા

સુરત, : પોક્સોના ગુનામાં આરોપી અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવા રૂ.15 હજારની લાંચ લેતા કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ રાઈટર અને વચેટીયાને એસીબીએ પોલીસ સ્ટેશનની સામે હાઇસ્કુલના મુખ્ય ગેટની પાસે છટકું ગોઠવી ઝડપી લીધા હતા.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં યુવાન અને અન્ય ત્રણ વ્યક્તિ હાલ લાજપોર જેલમાં છે.તેમણે જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે.દરમિયાન, યુવાન અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવાનું કહી કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ રાઈટર હેડ કોન્સ્ટેબલ જયદિપ મહારુ પાટીલે રૂ.15 હજારની લાંચ માંગી તે પૈસા વચેટીયા બાંધકામ કોન્ટ્રાકટર સુરેશભાઇ વાઘજીભાઇ હિરપરાને આપી દેવા યુવાનના પિતરાઈ ભાઈને કહ્યું હતું.જોકે, લાંચ આપવા નહીં માંગતા પિતરાઈ ભાઈએ સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.


આથી વલસાડ અને ડાંગ એસીબી પીઆઈ ડી.એમ.વસાવા અને સ્ટાફે એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સ્ટેશનની સામે સિધ્ધકુટીર ઇગ્લીંશ મીડીયમ હાઈસ્કુલના મુખ્ય ગેટની પાસે છટકું ગોઠવી ગોઠવી પીઆઈ રાઈટર જયદિપ પાટીલના કહેવાથી સુરેશભાઈ હિરપરાએ લાંચની રકમ સ્વીકારી તે સાથે જ ઝડપી લીધા હતા.બાદમાં એસીબીએ બંનેને ડિટેઇન કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Source link

You may also like

Leave a Comment