Updated: Oct 19th, 2023
– રજીસ્ટ્રેશનની
અંતિમ તારીખ 18 ઓક્ટોબર સુધીમાં સુરત શહેરમાંથી 2.90 લાખ અને
જિલ્લામાંથી 1.80 લાખ એન્ટ્રી મળી
સુરત
દર
વર્ષે યોજાતા ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે બુધવારે છેલ્લો દિવસ હતો. સુરત શહેર
અને જિલ્લામાં રમાતી વિવિધ ૩૪ રમતો માટે ૪.૭૦ લાખ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ
રમતમાં ભાગ લેવા માટે એન્ટ્રી કરતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહના પગલે
સાઇટ ફરી ઓપન કરાઇ છે.
રાજય
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં નિપુણ થવાની સાથે રમતોમાં ઉત્સાહભેર ભાગ
લે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભ યોજાય છે. આ મહાકુંભમાં વિદ્યાર્થીઓની સાથે
સામાન્ય લોકો પણ ભાગ લઇ શકે છે. આ માટે આ ખેલ મહાકુંભની સાઇટમાં જઇને એન્ટ્રી
કરવાની હોય છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે છેલ્લી તારીખ ૧૮ ઓકટોબર હતી.
આ તારીખ પૂર્ણ થઇ ગઇ છે.
સુરત જિલ્લા
રમત ગમત અધિકારી વિરલ પટેલના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં ખેલ મહાકુંભ હેઠળ
હોકી, વોલીબોલ,
ટેબલ ટેનિસ સહિત અલગ અલગ ૩૪ રમતોમાં ભાગ લેવા માટે એન્ટ્રી કરવાની હતી.
અને ૧૮ મી ઓકટોબરને બુધવારે આ એન્ટ્રી કરવાનો અંતિમ દિવસ હતો. જેમાં સુરત શહેરમાંથી
ખાનગી, પ્રાથમિક સ્કુલો અને શહેરીજનો મળીને કુલ ૨.૯૦ લાખ અને
ગ્રામ્ય વિસ્તારમાંથી ૧.૮૦ લાખ મળીને કુલ્લે ૪.૭૦ લાખ એન્ટ્રીઓ આવી છે. આમ સુરત જિલ્લામાં
રમતોમાં ભાગ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માધ્યમિક-
ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે સાઇટ ફરી ઓપન
કરાઇ
સુરત જિલ્લામાં પડતર પ્રશ્નોને લઇને માધ્યમિક
તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંધ દ્વારા ખેલ મહાકુંભ તેમજ વિજ્ઞાાન મેળોના વિરોધ
કરતા ભાગ લેતા ના હતા. પરંતુ બુધવારે ગુજરાત મહામંડળ દ્વારા આંદોલન પાછુ ખેંચી
લેવાયુ હતુ. જેના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંધ દ્વારા આજે સુરત
જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરીને ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે તે
માટે સાઇટ ફરી ઓપન કરાવવાની માંગ કરતા ખુલ્લી કરાઇ હતી. આથી સુરત શહેર અને
જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કુલોના વિદ્યાર્થીઓ તેમજ
શિક્ષકો જેઓ એન્ટ્રી કરાવી શકયા ના હતા. તે પણ એન્ટ્રી કરાવી શકશે. આ ઉપરાંત
વિજ્ઞાાન મેળાનો પણ વિરોધ કર્યો હતો. તે પણ પાછો ખંચી લેતા હવે વિજ્ઞાાન મેળા પણ
ધમધમતા થશે.