દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના ચેરમેન મંગલમ રામસુબ્રમ્યમ કુમારનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. મંગલમ રામસુબ્રમ્યમ કુમારનો કાર્યકાળ 13 માર્ચે સમાપ્ત થયો હતો. તેમના સ્થાને હવે LICના વચગાળાના ચેરમેન તરીકે સિદ્ધાર્થ મોહંતીની નિમણૂક કરવામાં આવી છે.
મોહંતી 14 માર્ચથી ત્રણ મહિના માટે એલઆઈસીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. સિદ્ધાર્થ મોહંતી આજ સુધી LICના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. મોહંતી ફેબ્રુઆરી 2021 માં LI ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. સિદ્ધાર્થ મોહંતી 30 જૂને નિવૃત્ત થવા જઈ રહ્યા છે.
કુમારનો કાર્યકાળ બે વાર લંબાયો
કંપનીના ચેરમેન મંગલમ રામસુબ્રમણ્યમ કુમારની માર્ચ 2019માં LICના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચેરમેન બન્યા પછી, એમઆર કુમારનો કાર્યકાળ જુલાઈ 2021 ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો, જે માર્ચ 2022 સુધી 6 મહિના લંબાવવામાં આવ્યો હતો. આ પછી, માર્ચ 2022 માં, તેમનો કાર્યકાળ વધુ એક વર્ષ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો. તેમના કાર્યકાળ દરમિયાન જ LIC શેરબજારમાં લિસ્ટ થઈ હતી.
સિદ્ધાર્થ મોહંતી LIC હાઉસિંગના MD રહી ચૂક્યા છે
સિદ્ધાર્થ મોહંતી અગાઉ LIC હાઉસિંગ ફાઇનાન્સના MD અને CEO તરીકે કામ કરતા હતા. તેમને 1 ફેબ્રુઆરી 2021ના રોજ LICના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.