જુની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકોની કલેકટરાલયમાં મહાપંચાયત

by Aadhya
0 comments 1 minutes read

Updated: Dec 9th, 2023

– કેમ્પસમાં
મહાપંચાયત યોજયા બાદ પડતર પ્રશ્નો અંગે આવેદન આપ્યું

                સુરત

જુની
પેન્શન યોજના લાગુ કરવા માટે આજે કલેકરાલયના કેમ્પસમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ મહા
પંચાયત સભાનું આયોજન કર્યું હતુ. જેમાં જયાં સુધી પેન્શન યોજના લાગુ નહીં પડે
ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર વ્યકત કર્યો હતો.

ગુજરાત
રાજયમાં નવી પેન્શન યોજના દૂર કરીને જુની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવા માટે
રાજયભરમાં લડત ચલાવાઇ રહી છે. આ લડતના ભાગરૃપે આજે સુરત શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક
મહાસંધ દ્વારા મહા પંચાયતનું આયોજન કરાયુ હતુ. જેમાં અઠવાગેટથી જિલ્લા સેવાસદન
સુધી રેલી કાઢી હતી. અને ત્યારબાદ જિલ્લા સેવાસદનમાં જ મહાપંચાયતનું આયોજન કરીને
જુની પેન્શન યોજના લાગુ કરવા માટે છેવટ સુધી મક્કમ ગતિએ લડી લેવાનો સૌએ નિર્ધાર
વ્યકત કર્યો હતો.

ત્યારબાદ
સુરત જિલ્લા કલેકટરાલયમાં આવેદનપત્ર આપીને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે
, સમાધાન થયા મુજબ
૧-૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલા શિક્ષક ક્રર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા
,
કર્મચારીઓને નિવૃત સમયે ૩૦૦ રજાનું રોકડમાં રૃપાંતર જેવા પડતર
પ્રશ્નોની રજુઆત કરી હતી.

Source link

You may also like

Leave a Comment