ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 2,34,097.42 કરોડનો વધારો થયો છે. શેરબજારમાં સકારાત્મક વલણ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટોપ ગેનર હતી.
ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,464.42 પોઈન્ટ અથવા 2.54 ટકા ચઢ્યો હતો. ગુરુવારે ‘રામનવમી’ના દિવસે બજારમાં રજા હતી. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 86,317.26 કરોડ વધીને રૂ. 15,77,092.66 કરોડ થયું હતું.
Tata Consultancy Services (TCS)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 30,864.1 કરોડ વધીને રૂ. 11,73,018.69 કરોડ થયું છે. HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 26,782.76 કરોડ વધીને રૂ. 8,98,199.09 કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 19,601.95 કરોડ વધીને રૂ. 5,92,289.92 કરોડ થયું હતું.
હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 18,385.55 કરોડ વધીને રૂ. 6,01,201.66 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 17,644.35 કરોડ વધીને રૂ. 6,12,532.60 કરોડ થયું હતું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 16,153.55 કરોડ વધીને રૂ. 4,67,381.93 કરોડ થયું છે. HDFCનું મૂલ્યાંકન રૂ. 12,155.78 કરોડ વધીને રૂ. 4,82,001.12 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂ. 6,192.12 કરોડ વધીને રૂ. 4,76,552.34 કરોડ થયું હતું. આ વલણથી વિપરીત, ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,387.05 કરોડ ઘટીને રૂ. 4,17,577.59 કરોડ થયું હતું.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, HDFC, ITC, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.