માત્ર 7 દિવસમાં અણગમતા વાળ દૂર કરી દો આ 3 અસરકારક ઉપાયોથી, પછી નહીં આવે…

by Radhika
0 comment 2 minutes read

ઘણાં બધા લોકોના ચહેરા પર અણગમતા વાળ હોય છે. આ વાળ પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ પ્રકારની ટ્રિટમેન્ટ લાંબા ગાળે તમારા સ્કિનને અનેક ઘણું નુકસાન કરે છે. અણગમતા વાળ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તો આજે અમે તમને જણાવીએ એવા 3 ઉપાયો વિશે જેની મદદથી તમે સરળતાથી અણગમતા વાળને દૂર કરી શકો છો અને ફેસ ક્લિન થઇ જાય છે.

ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવાના નુસખા

ઇંડાનો સફેદ ભાગ અને કોર્ન સ્ટાર્ચ : આ નુસખો એક બેસ્ટ છે. આ માટે તમે એક બાઉલ લો અને એમાં અડધી ચમચી કોર્ન સ્ટાર્ચ અને એક ઇંડાનો સફેદ ભાગ લઇને મિક્સ કરી દો. પછી આમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાવો દો. સુકાઇ જાય પછી એક બાજુથી બીજી દિશામાં ફેરવો અને માસ્કની જેમ ખેંચો. આમ કરવાથી અણગમતા વાળ નિકળી જશે.

મધ અને ખાંડ : મધ અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો અણગમતા વાળ દૂર થઇ જાય છે. આ રીત તમારા વાળને દૂર કરવાનું કામ કરે છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરો. એક ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 30 સેકેન્ડ માટે ગરમ કરો અને પછી હુંફાળુ થઇ જાય એટલે ફેસ પર લગાવો. ચહેરા પર સુકાવા દો અને પછી ખેંચી લો. આમ કરવાથી અણગમતા વાળ દૂર થઇ જશે. આ પ્રોસેસ તમે સતત 7 દિવસ સુધી કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે.

પપૈયુ અને હળદર : પપૈયામાં પાપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે ફેશિયલ હેરને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પપૈયુ લો અને અડધી ચમચી હળદર મિક્સ કરો. પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો.15 થી 20 મિનિટ રહીને મસાજ કરો. આમ કરવાથી સ્કિન મસ્ત થઇ જશે.

You may also like

Leave a Comment