Updated: Jan 6th, 2024
– રીક્ષામાં
બેઠેલા યુવાનને અચાનક તમાચો મારી દેતા તે પુછવા
ઉતર્યો ત્યારે માનસિક બિમાર યુવાને ઝપાઝપી કરી હુમલો કર્યો
સુરત :
પાંડેસરામાં
આજે શનિવારે સાંજે રીક્ષામાં બેઠેલા યુવાનને માનસિક બિમાર અને નશામાં ધુત યુવાને
અચાનક તમાચો માર્યા બાદ ઝપાઝપીમાં યુવાનની આંખ પાસે બચકું ભરી લેતા નવી સિવિલમાં દાખલ કરવો પડયો હતો. જ્યારે માનસિક
બિમાર યુવાન ભાગી ગયો હતો.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશનો વતની અને હાલમાં પાંડેસરામાં
અપેક્ષાનગરમાં રહેતો ૧૮ વર્ષીય ઋતીક બબલુ કુસ્વાહ આજે સાંજે તેના ૪થી૫ મિત્ર સાથે
કેટરીંગના કામે જવાના હોવાથી પાંડેસરાના કૈલાશનગર પાસે ગયા હતા અને ત્યાં તમામ
મિત્ર રીક્ષા બેઠા હતા. જયારે ઋતીક રીક્ષામાં સાઇડમાં બેઠો હતો. તે સમયે ત્યાંથી
પસાર થતા માનસિક બિમાર અને નશામાં ધુત અજાણ્યા યુવાને અચાનક ઋતીકને તમાચો મારી
દીધો હતો. જેથી ઋતીકે રીક્ષા માંથી ઉતરીને તેને પુછયુ કે ક્યુ ચાટા મારા, બાદમાં તે યુવાન
જોરજોરથી બોલવા લાગ્યો હતા. બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી. તે દરમિયાન
માનસિક બિમાર યુવાને તેના ડાબી આંખના પાંપણ નજીક જોરદાર બચકુ ભર્યુ હતુ. બાદ ત્યાં
હાજર લોકોએ તેને છાડાવ્યો હતો. બાદમાં માનસિક બિમાર યુવાન ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ ઋતીકને સારવાર માટે તેના મિત્ર નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં
તેના મિત્રએ આ અંગે જણાવ્યું હતું.