કાર નિર્માતાઓ સતત ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, MGએ તાજેતરમાં તેની ZS EV ઇલેક્ટ્રિક કારનું ફેસલિફ્ટ લોન્ચ કર્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિટિશ કંપની નવી ઇલેક્ટ્રિક કાર MG E230 પર કામ કરી રહી છે. તે વિશ્વભરના બજારોમાં વેચવામાં આવશે. તેને ભારતીય બજારમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, MGની નવી ઇલેક્ટ્રિક કાર માત્ર બે દરવાજાની હશે, જે ચીનની સૌથી વધુ વેચાતી Wuling Hongguang Mini પર આધારિત હશે. તેની લંબાઈ 2,917mm, પહોળાઈ 1,493mm અને ઊંચાઈ 1,621mm સાથે 1,940mmનો વ્હીલબેઝ હોઈ શકે છે.
તે 20kWh બેટરી દ્વારા સંચાલિત હશે અને સંપૂર્ણ ચાર્જ પર 150 કિમી સુધીની રેન્જ ઓફર કરશે. ભારતીય બજારમાં તેની કિંમત ખૂબ જ સ્પર્ધાત્મક હોવાથી તેને 10 લાખથી ઓછીની રેન્જમાં લાવી શકાય છે.
તેના બાકીના વાહનોની જેમ, MG આમાં પણ વિશેષતાઓનું ખાસ ધ્યાન રાખશે. તેમાં ABS, EBD, રીઅર પાર્કિંગ સેન્સર્સ, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), ઈન્ટરનેટ ઓફ વ્હીકલ (IOV), ઓટોમેટિક પાર્કિંગ, વોઈસ કમાન્ડ અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ જેવી આવશ્યક સુવિધાઓ મળશે.