Updated: Dec 25th, 2023
– ભટારમાં
રહેતા સુરેશ પેઢારકર રવિવારે સાંજે ગુમ થયા બાદ સોમવારે સવારે મૃત હાલતમાં મળ્યા
સુરત :
ભટારમાં રહેતા ગુમ થયેલા આધેડની આજે સોમવારે
સવારે અલથાણમાં મેટ્રોના ખોડામાંથી લાશ મળી આવી હતી. જોકે ખોદેલા ખાડાના પડી ગયા બાદે
તે મોતને ભેટયા હતા.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ ભટાર ખાતે આંબેડકરનગરમાં રહેતા ૪૭ વર્ષીય સુરેશ કરણભાઇ
પેઢારકર રવિવારે સાંજે ઘરે કોઇને જાણ કરવા વગર સાયલક પર ક્યાં નીકળી ગયા હતા. જોકે
તે મોડી સાંજ સુધી ઘરે પરત નહી ફરતા પરિવાર સહિતના તેમની વિવિધ સ્થળે જઇને શોધખોળ
આદરી હતી. જોકે આજે સોમવારે સવારે તે
અલથાણમાં સોહમ સર્કલ પાસે મેટ્રોના કામ માટે ખોદેલા ૩થી૪ ફુટ ઉંદા ખાડામાંથી તે
મળી આવ્યા હતા. કોલ મળતા ફાયરે તેમને બહાર કાઢ્યા બાદ સારવાર માટે નવી સિવિલ
હોસ્પિટલમાં તેમને ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે કહ્યુ કે તે મેટ્રોના ખાડામાં પડી ગયા બાદ મોતને ભેટયો હતા. જયારે તેમના
પરિવારના સભ્યોએ કહ્યુ કે જે ખાડામાં તે પડયા હતા. તે ખાડા પાસે બેરીકેટ મુકવામાં
આવ્યુ ન હતુ. જેના લીધે તે ખાડામાં પડી જતા મોતને ભેટયો હોવાના આક્ષેપ કર્યા હતા. જયારે
સિવિલ ખાતે સુરેશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે, તેમના માંથા ઇજા નિશાન
મળ્યા હતા. જોકે તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ
જાણવા મળશે. જયારે સુરેશ મુળ મહારાષ્ટ્રના નંદુબારના વતની હતા. તેમને ચાર સંતાન
છે. તે મજુરી કામ કરતા હતા. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.