સુરત
ભાવિ જરુરીયાતો જોતા ગ્રાહક કોર્ટની સંખ્યા વધારવા, હાલમાં કાર્યરત બે
ગ્રાહક ફોરમની બિલ્ડીંગને રિનોવેશનની જરૃરીયાત
સુરત
સહિત દેશભરમાં 24મી ડીસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ઉમંગ વચ્ચે સુરતમાં વર્ષોથી
કાર્યરત સુરત જિલ્લા ગ્રાહક તકરાર મેઈન તથા અધિક કમિશન ઉપરાંત સુરતના ભાવિ જરૃરિયાતને
ધ્યાને લઈને કોર્ટ બિલ્ડીંગના રિનોવેશન તથા વધુ કોર્ટોનો ઉમેરવા માંગ ઉઠવા પામી છે.
સુરતમાં વર્ષે 1300થી વધુ ગ્રાહકલક્ષી ફરિયાદો દાખલ થાય છે.
ગ્રાહકોના
હક્ક અધિકારોના અમોઘ શસ્ત્ર બનેલા ગ્રાહક સુરક્ષા ધારાને ભારતીય સંસદમાં તા.24-12-1986ના રોજ
તત્કાલીન રાષ્ટ્રપતિએ મંજુરી આપીને પસાર કર્યો હતો. ત્યારથી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
ઉજવાય છે. સુરતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોથી ગ્રાહક હિતોના રક્ષણ અને ન્યાય માટે સુરત જિલ્લા ગ્રાહક તકરાર
નિવારણ ફોરમ મુખ્ય તથા એડીશ્નલ એમ બે જ કોર્ટ કાર્યરત છે. છેલ્લા કેટલાક સમયથી
ફરિયાદોનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધી રહ્યું હોવાથી વધતી વસ્તી અને ભાવિ જરુરિયાતને
ધ્યાને લઇને ફેમીલી કોર્ટ તથા ફોજદારી સીવીલ કોર્ટોની જેમ ગ્રાહક કોર્ટની સંખ્યા
પણ વધારવાની માંગ ઉઠવા પામી છે.
સુરત તથા
દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી ગ્રાહક લક્ષી કેસો લડતા શ્રેયશ દેસાઈએ જણાવ્યુ ંહતું કે સુરત
ગ્રાહક કોર્ટમાં આ વર્ષે 1300થી પણ વધુ ગ્રાહક લક્ષી ફરિયાદો દાખલ થઇ છે.વર્ષ-2023માં અત્યાર સુધી સુરત જિલ્લા ગ્રાહક તકરાર કમિશન(મુખ્ય)માં 1050 કેસો તથા એડીશ્નલ ફોરમમાં 900 મળીને કુલ 1950 કેસોનો નિકાલ કરાયો છે. જે કોરોનાકાળ વર્ષ-૨૦૨૧માં કુલ ૯૦૪ અને વર્ષ-2022માં 1336 રહ્યો હતો.
સુરત ની
ફોજદારી,સીવીલ
તથા ફેમીલી કોર્ટના બિલ્ડીંગના મુદ્દે સુરતના ભાવિને ધ્યાને લઈને ગતિવિધી ચાલે છે.
પણ હાલના ગ્રાહકકોર્ટ બિલ્ડીંગને 11 વર્ષ થતા રિનોવેશનની જરૃરીયાત
છે. પ્રાચી દેસાઈએ જણાવ્યું હતું કે, જાહેરબાંધકામ વિભાગને ગ્રાહક
કોર્ટ, કન્ઝ્યુર્સ પ્રેકટીશ્નર એસો. દ્વારા વખતો વખત લેખિત રજુઆત
થતા સકારાત્મક પરિણામાં વિલંબ થઇ રહ્યો છે. હાલમાં કાર્યરત ગ્રાહક કોર્ટ બિલ્ડીંગમાં
દિવ્યાંગ પક્ષકાર કે વકીલો માટે પહેલાં માળે ગ્રાહક કોર્ટ કાર્યરત હોઈ લિફ્ટ જરૃરી
છે.જે અંગે સરકારે બજેટ ફાળવી દીધા છતાં લિફ્ટના ઈન્સ્ટોલેશન માટે પીડબલ્યુડી ખાતાના
સત્તાધીશો મુર્હુતની રાહ જોઈ રહ્યા છે.
hhA
આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
સુરતમાં
દર વર્ષે 1300 થી વધુ ગ્રાહકલક્ષી ફરિયાદો દાખલ થાય છે
ભાવિ જરુરીયાતો જોતા ગ્રાહક કોર્ટની સંખ્યા વધારવા, હાલમાં કાર્યરત બે
ગ્રાહક ફોરમની બિલ્ડીંગને રિનોવેશનની જરૃરીયાત
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર