સોશિયલ મિડિયા પર લાઇ મેળવવા યુવાનનો જીવના જોખમે સ્ટંટ

by Radhika
0 comment 2 minutes read

સોશિયલ મિડિયા પર લાઇક્સ મેળવવા માટે યુવાનો કયા સ્તરે જઇ શકે છે એની કલ્પના કરવી પણ મૂશ્કેલ છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોને વધુમાં વધુ લાઇક મળે તે માટે લોકો અનોખા સ્ટંટ કરતા હોય છે. પણ ઘણી વખતે લાઇક્સના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમે નાંખી દે છે. આવો જ એક પ્રકાર મુંબઇ લોકલમાં બન્યો છે. જેમાં એક યુવક ફાસ્ટ જતી લોકલ ટ્રેનમાંથી સેલ્ફી લેવા દરવાજામાંથી બહાર નિકળી પોઝ આપી રહ્યો છે.

એક વેબ પોર્ટલ દ્વારા આ કિસ્સાની અંગે માહિતી આપવામાં આવી છે કે લાઇક્સની લાલચમાં આ યુવાન 15 સેકન્ડના વિડિયોમાં ફોન હાતમાં લઇને સેલ્ફી લઇ રહ્યો છે. મુંબઇ મેટર્સ નામના ટ્વીટર હેન્ડલે આ વિડિયો શેર કર્યો છે. વિડિયો સાથે તેમણે લખ્યું છે કે, ‘ડેથ ડિફાઇનીંગ સેલ્ફી, સાચે પાગલપન્તી, જીવનું જોખમ, વેગવાન Mumbailocaltrain ટ્રેનમાંથી લટકતી સેલ્ફી… મુંબઇમાં એસી લોકલની ખરેખર જરુર છે એનું આ એક વધુ ઉદાહરણ’ આ યુવાન પર કાર્યવાહી કરવાની માંગણી લોકો કરી રહ્યાં છે. હવે યુવાનોમાં આવી રીતે સેલ્ફી લેવાનો ટ્રેન્ડ શરુ થઇ ગયો છે એવી ચિંતા પણ લોકોએ વ્યક્ત કરી હતી.

You may also like

Leave a Comment