1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના નવા કરવેરા ધોરણો પહેલાં ભંડોળ ઊભું કરવા માટે કેટલાક એસેટ મેનેજર્સે ખરીદી માટે આંતરરાષ્ટ્રીય સ્કીમ્સ ખોલી છે.
ફંડ મેનેજમેન્ટ કંપનીઓ – ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડ અને એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડે તેમની આંતરરાષ્ટ્રીય સ્કીમ્સ ફરીથી ખોલી છે.
આ રીતે તેઓ 1 એપ્રિલ પહેલા વધુ ભંડોળ એકત્ર કરવા માગે છે. એડલવાઈસ મ્યુચ્યુઅલે સોમવારથી ખરીદી માટે તેના તમામ સાત આંતરરાષ્ટ્રીય ફંડ ખોલ્યા છે. તેણે આ યોજનાઓમાં સ્વિચ-ઇન અથવા વન-ટાઇમ ટ્રાન્ઝેક્શન્સ સ્વીકારવાનું શરૂ કર્યું છે.
એડલવાઈસ AMCના પ્રોડક્ટ, માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ હેડ નિરંજન અવસ્થીએ જણાવ્યું હતું કે, “અમારી કેટલીક મર્યાદાઓ હતી, તેથી અમે રોકાણકારોને 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક આપીને કરવેરા નિયમનો લાભ લેવાનું વિચાર્યું.”
મિરાઈ એસેટે તેના ત્રણ આંતરરાષ્ટ્રીય ETFs અને આ ETFs પર આધારિત ત્રણ FOFs માટે સંપૂર્ણ ખરીદીના વિકલ્પો પણ ઓફર કરવાનું શરૂ કર્યું છે. હાલની SIP અને STP સ્કીમ 29 માર્ચથી ફરી શરૂ થશે. જો કે, નવી SIP અને STPને મંજૂરી આપવામાં આવશે નહીં.
મિરાઈ એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના હેડ (ઈટીએફ પ્રોડક્ટ્સ એન્ડ ફંડ મેનેજર) સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આ ફંડ્સ વધુ ખરીદીઓ માટે ફરીથી બંધ થઈ શકે છે કારણ કે અમારી પાસે નવેસરથી રોકાણ કરવાનો ઓછો અવકાશ છે. હાલની નિયમનકારી જોગવાઈઓને કારણે આ કરવું પડશે.
જૂન 2022 માં, માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને $7 બિલિયનની નિર્ધારિત મર્યાદામાં વિદેશી શેરોમાં રોકાણ કરવા માટે ફરીથી મંજૂરી આપી હતી. અગાઉ જાન્યુઆરી 2022 માં, સેબીએ ફંડ મેનેજમેન્ટ કંપનીઓને વિદેશી શેરોમાં રોકાણ કરતી સ્કીમ્સમાં નવી ખરીદી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
દરમિયાન, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે પણ તેની ત્રણ વિદેશી યોજનાઓમાં નવી ખરીદી અથવા એકસાથે રોકાણ સ્વીકારવાનું શરૂ કર્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે જે રોકાણકારો 31 માર્ચ સુધીમાં ફંડ મેનેજમેન્ટ કંપનીઓની આંતરરાષ્ટ્રીય સ્કીમમાં ખરીદી કરશે તેમને ઈન્ડેક્સેશન લાભ મળશે.
ડેટ ફંડ્સ ઉપરાંત, નિષ્ણાતો રોકાણકારોને ઈન્ડેક્સેશનનો મહત્તમ લાભ લેવા માટે ઈન્ટરનેશનલ ફંડ્સ અને ગોલ્ડ ફંડ્સમાં ખરીદી કરવાની પણ સલાહ આપી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ગયા ગુરુવારે ફાઇનાન્સ બિલ, 2023માં કરાયેલા સુધારા બાદ તેમની આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં રોકાણ કરવાની તક આપવાનું નક્કી કર્યું છે. આ સુધારા મુજબ, ડેટ મ્યુચ્યુઅલ ફંડની આવકને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નવા નિયમો 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે.