મારા પતિ નહોતા ઘરે અને મેં એમના એક મિત્ર સાથે મનાવી લીધું અંગત સુખ, પણ હવે થાય છે ચિંતા

by Aaradhna
0 comment 6 minutes read

હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે. છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે. પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (અમદાવાદ)

તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

હું સામાન્ય દેખાવની ૧૭ વરસની યુવતી છું. એક હેન્ડસમ યુવક સાથે મને પ્રેમ છે. તે પણ મારા પ્રેમમાં છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કાળજી લે છે. હું તેનાથી ઓછી દેખાવડી છું એમ મને ક્યારે પણ લાગવા દેતો નથી. પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેને યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે. આ કારણે હું ઘણી ડિપ્રેશ થઇ છું. શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.- એક યુવતી (મુંબઇ)

તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે તો તે તેના પરિવારની વાત માન્યા વગર તમારી સાથે લગ્ન કરશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે તેના પરિવારની મરજી પર ધ્યાન આપે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે તેના મૂલ્યો છીછરા છે. અને એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી. તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે. તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.

હમણા જ એક ટેસ્ટ દરમિયાન મને ખબર પડી કે મને ડાયાબિટિસ છે. શું આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર થવાની શક્યતા છે. – એક ભાઇ (રાજકોટ)

અમુક શારીરિક તકલીફ કે રોગને કારણે સેક્સ લાઇફ પર પ્રભાવ પડે છે. ડાયાબિટિસ આમાનો એક છે. પુરુષોને પ્રિ-મેચ્યોર ઇજેક્યુલેશન તેમજ ઇરેક્શન ન થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમજ સ્ત્રીઓને યોનિમાં શુષ્કતા તેમજ સંભોગ દરમિયાન દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન જ હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે યોગ્ય સારવાર તેમજ પરેજી પાળી હોય તો આ કોમ્પ્લિકેશન તમને થવાની શક્યતા છે. પરંતુ યોગ્ય ઉપચાર અને પરેજી ચાલુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઇફ માણી શકો છો.

મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે. – એક મહિલા (મુંબઇ)

કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી – એક યુવક

* તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સેક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનોે કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
– એક ભાઈ (જામનગર)

* શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે. પત્નીને તમે ઓરલ સેક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સેક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય.

દિવસમાં બે કે ત્રણ વાર હસ્તમૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સેક્સની ઈચ્છા ઓછી થાય? સેક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય?
– એક યુવક (સંતરામપુર)

* હસ્તમૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સેક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સેક્સની દવાની વાત છે તોે આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો.

અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.
– એક ભાઈ (મુંબઈ)

* સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે. મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોેડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો. આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો.

You may also like

Leave a Comment