નેસ્લે ઈન્ડિયા લિ., મેગી, કોફી જેવી રોજીંદી ઉપયોગની વસ્તુઓ બનાવતી. બુધવારે વર્ષ 2023 માટે શેર દીઠ રૂ. 27ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
નેસ્લે ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જોને મોકલેલા સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે, ‘કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવારે મળેલી તેની બેઠકમાં વર્ષ 2023 માટે 10 રૂપિયાના શેર દીઠ 27 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.’
નેસ્લે ઈન્ડિયા જાન્યુઆરી-ડિસેમ્બર નાણાકીય વર્ષને અનુસરે છે. કંપનીએ જણાવ્યું હતું કે 2023 માટેનું વચગાળાનું ડિવિડન્ડ વર્ષ 2022 માટેના અંતિમ ડિવિડન્ડની સાથે 8 મે, 2023ના રોજ ચૂકવવામાં આવશે, જે 64મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સભ્યોની મંજૂરીને આધીન છે.
આ પણ વાંચો: ઉડ્ડયન ઉદ્યોગમાં સુધારાને પગલે 2022-23માં મુસાફરોની સંખ્યામાં 60 ટકાનો વધારો થશેઃ રિપોર્ટ
કંપનીએ વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 21 એપ્રિલ, 2023 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. નેસ્લે ઈન્ડિયા તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો 25 એપ્રિલે જાહેર કરશે.