ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ગ્રાહકો ધીમે ધીમે પેટ્રોલ સ્કૂટરને બદલે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં, Ola, Okinawa, Ather અને Okaya બજારમાં મોટા ખેલાડીઓ તરીકે ઉભરી રહ્યાં છે. Okaya એ ભારતીય બજાર માટે વધુ એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. Okaya એ Faast F2F નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹84,000 (એક્સ-શોરૂમ) છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને મહિલાઓના ચોક્કસ જૂથને લક્ષ્ય બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેથી તેની કિંમત ઓછી રાખવામાં આવી છે. ગ્રાહકો તેને માત્ર રૂ.2500માં બુક કરાવી શકે છે.
તેની રેન્જ અને ટોપ સ્પીડ
તેની રેન્જ વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 70-80 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ વિશે વાત કરીએ તો તે મહત્તમ વજન સાથે 55 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડી શકે છે.
બે વર્ષની વોરંટી
આ સ્કૂટર દેશભરમાં 550થી વધુ ઓકાયા ઇલેક્ટ્રિક વ્હીકલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઇલેક્ટ્રિક સ્કૂટર 800W-BLDC-હબ મોટર દ્વારા સંચાલિત છે, જે 60V36Ah (2.2 kWh) લિથિયમ આયન – LFP બેટરી સાથે આવે છે. બેટરી અને મોટરની વોરંટી વિશે વાત કરીએ તો કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે બે વર્ષની વોરંટી આપી રહી છે.
ટ્રાફિક અને શહેરના ઉપયોગ માટે શ્રેષ્ઠ
આ ઇલેક્ટ્રિક સ્કૂટર 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. તેમાં મેટાલિક બ્લેક, મેટાલિક સાયન, મેટ ગ્રીન, મેટાલિક ગ્રે, મેટાલિક સિલ્વર અને મેટાલિક વ્હાઇટ કલર વિકલ્પોનો સમાવેશ થશે.
શહેરના વપરાશકર્તા માટે શ્રેષ્ઠ
નવું Faast F2F ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરની સવારી માટે અને ટ્રાફિક હોય તેવા શહેરમાં રહેતા ગ્રાહકો માટે શ્રેષ્ઠ છે. સ્કૂટર સાથે, તમે રિમોટ કી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટાઇલિશ DRL હેડ-લેમ્પ અને AG ટેલ-લેમ્પ જેવી સુવિધાઓ જોઈ શકો છો. તેમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ્સ ઇકો, સિટી અને સ્પોર્ટ્સ છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરના યુઝર માટે એકદમ બેસ્ટ છે.
ચાર્જિંગ સમય
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં, કંપનીએ 60V ક્ષમતાનું 36Ah (2.2 kWh) Lithium Ion-LFP બેટરી પેક આપ્યું છે. ઉપયોગ કર્યો છે. બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે.