સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝમાં દાઝેલા વધુ એકનું મોત : કુલ મરણ આંક 9

by Aadhya
0 comments 1 minutes read

Updated: Dec 10th, 2023

મુળ
બિહારનો ચિંતરજનકુમાર યાદવ રોજી-રોટીની શોધમાં સુરત આવી મિત્રો સાથે રહી નોકરી
કરતો હતો

 સુરત :

સચિન
જીઆઈડીસીની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ૧૨ દિવસ પહેલા ભીષણ આગમાં દાઝી ગયેલા ૨૭ કામદારો પૈકી
વધુ એક કામદારનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત થયું હતુ. આ સાથે આ બનાવનો કુલ
મરણ આંક ૯ થયો છે.

નવી
સિવિલથી મળેલી વિગતો મુજબ સચિન જીઆઈડીસી સ્થિત એથર ઈન્ડસ્ટ્રીઝમાં તા.૨૮ને
મંગળવારે મોડી રાતે કેમિકલ ટેન્કમાં સંભવતઃ લીકેજ થતાં એક પછી એક બે પ્રચંડ
વિસ્ફોટ થવા સાથે આગ ફાટી નીકળી હતી અને ખૂબ જ ઝડપથી ફેલાઇ ગઇ હતી. આ વખતે ફરજ
બજાવી રહેલા ૧૫૦ પૈકી ૨૭ કર્ર્મચારી-કામદારો દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા.  દરમિયાન તા.૩૦ના રોજ વહેલી સવારે
સર્ચ દરમિયાન એક સાથે સાથે સાત માનવ હાડપિંજર મળી આવ્યા હતા. જેમાં દિવ્યેશ કુમાર
પટેલ
, સંતોષ
વિશ્વક્રમા
, સનતકુમાર મિશ્રા, ધર્મેન્દ્ર
કુમાર
, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને
અભિષેક સિંગ હતા. જયારે આ દુર્ઘટનામાં દાઝી ગયેલા ચિંતરજનકુમાર અર્જુન યાદવ
(ઉ.વ.૧૯
, રહે. પ્રકાશભાઇની ચાલ, રામશ્વર
કોલોની
, સચીન)ને નવી સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં આજે રવિવારે વહેલી સવારે તે મોતને ભેટયો હતો.
ચિંતરજનકુમાર મુળ બિહારનો વતની હતો. તે રોજી રોટી માટે સુરત આવીને મિત્રો સાથે રહી
નોકરી કરતો હતો. ચિંતરજનકુમારના મોત સાથે આ બનાવનો કુલ મરણઆંક ૯ ઉપર પહોચ્યો છે. 

Source link

You may also like

Leave a Comment