રૃા.5 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

by Aadhya
0 comment 2 minutes read

મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના આપેલા રૃા.5 લાખના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા

Updated: Dec 25th, 2023

 

સુરત

મિત્રતાના
સંબંધના નાતે હાથ ઉછીના આપેલા રૃા.
5 લાખના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા

    

પાંચ
વર્ષ પહેલાં મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના આપેલા
5 લાખના ચેક રીટર્ન
કેસમાં આરોપી જમીન દલાલને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિજયકુમાર બી.બારોટે
દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.

ટેક્ષટાઈલના
ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી કાંતિભાઈ મનજી ગાંગાણી(રે.એકતા રો હાઉસ
,મોટા વરાછા)ને જમીન
દલાલી કરતાં આરોપી બળવંત ધનજીભાઈ કંથારીયા (રે.માહ્યાવંશી મોહલ્લો
,દસ્તાન ગામ)ની સાથે મિત્રતાના સંબંધ હતા.જે સંબંધના નાતે  જુન-2018માં આરોપીને
ધંધાકીય હેતુ માટે નાણાંકીય જરૃરિયાત હોવાથી ફરિયાદી પાસેથી રૃ.
5 લાખ પાંચ માસમાં પરત કરવાની બાંહેધરી આપી હાથ ઉછીના લીધા હતા.જેના
પેમેન્ટ પેટે આરોપીએ તા.
15-6-18ના રોજ આપેલા 5 લાખના ચેક ફરિયાદીને લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ
નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીન ેએક વર્ષની કેદ
, ફરિયાદીને
ચેકની લેણી રકમ વાર્ષિક
9 ટકાના વ્યાજ સાથે ચુકવી ન આ પે તો
વધુ છ માસની કેદની સજા ફટકારી છે.કોર્ટે આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ
કરી સજાનો અમલ કરાવવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે આરોપીની ગેરહાજરી
માટે રેકોર્ડ પર કોઈપણ કારણ ન હોય તો આરોપીની ગેરહાજરી માત્રથી કાર્યવાહી સ્થગિત
કરી ચુકાદો મુલત્વી રાખવાનું ન્યાયોચિત નથી.

Source link

You may also like

Leave a Comment