13
જૂન માટે ચીનના સર્વિસ પીએમઆઈ ડેટામાં તીવ્ર ઘટાડા બાદ એશિયન બજારોમાં સુસ્તી વચ્ચે બુધવારે સ્થાનિક ઈક્વિટી સપાટ ખુલી હતી. BSE સેન્સેક્સ 21 પોઈન્ટ ઘટીને 65,458 પર અને NSE નિફ્ટી 19,385 પર યથાવત છે.
એચડીએફસી અને એચડીએફસી બેંક સેન્સેક્સમાં 2 ટકાથી વધુ ઘટ્યા હતા. વિપ્રો, એનટીપીસી અને આઈશર મોટર્સના શેરમાં ઘટાડો થયો હતો. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, ડિવીઝ લેબ, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને એચડીએફસી લાઈફ બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ પર તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
જો કે, બ્રોડર માર્કેટ ઉપર હતું અને બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.4 ટકા સુધી વધ્યા છે.