ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ નિર્ણયનો પાલિકાના વિપક્ષી નેતાનો વિરોધ

by Aadhya
0 comment 3 minutes read

Updated: Dec 24th, 2023

Image Source: Freepik

– ગુજરાતમાં કુમકુમ તિલક કરી મીઠુ મોઢું કરાવી સ્વાગત કરે છે પણ ભાજપ દારુથી સ્વાગત કરવા માંગે છે 

સુરત, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂ બંધીના નિર્ણય બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ દારૂની છૂટ માગણી  થઈ રહી છે. તો બીજી તરફ સુરત પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ગિફ્ટ સીટી માંથી દારૂબંધીની  મુક્તિ ના નિર્ણયને વખોડ્યો છે. 

ગુજરાતની ગિફ્ટ સીટીમાં દારુબંધીની મુક્તિ બાદ  સુરત પાલિકાના વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયાએ સત્તાવાર રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. સાકરીયા એ વિરોધ કરતાં કહ્યું હતું કે, ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ માં દારૂબંધી માંથી મુક્તિ આપવી એ ગાંધી અને સરદારનું અપમાન છે. આ  નિર્ણય દુખદ અને આઘાતજનક છે આ નિર્ણયના કારણે ગુજરાતીઓનું પણ અપમાન છે. આપણા ગુજરાતમાં મહેમાન આવે ત્યારે  કુમકુમ તિલક કરી મોઢું કરાવી સ્વાગત કરે છે પણ ભાજપ દારુથી સ્વાગત કરવામાં માગી રહી છે. 

એક તરફ ધર્મગુરુઓ અને સાધુ સંતો યુવાનોને દારૂના દુષણ માંથી દુર રહે અને યુવાનોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે પ્રયાસ કરવામા આવે છે. તો બીજી તરફ ભાજપ દારુબંધી માંથી મુક્તી આપવાનો નિર્ણય છે તેના કારણે મહિલાઓની સુરક્ષા વધુ જોખમાશે તે નક્કી છે. ગુજરાતમાં દારૂબંધીનો સખત અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે તેના કારણે આ નિર્ણય કર્યો છે. અને આ નિર્ણયને વખોડીને અમે તાત્કાલિક પાછો ખેચવા માટે માગણી પણ કરવામા આવે છે.

Source link

You may also like

Leave a Comment