કતારગામમાં ક્રોસ કમ્પ્લેઈનમાં પોક્સો એક્ટના ભંગ બદલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધી સમન્સ ઈસ્યુ કરી સુનાવણી મુલતવી રાખી છે
Updated: Sep 27th, 2023
સુરત
કતારગામમાં ક્રોસ કમ્પ્લેઈનમાં પોક્સો એક્ટના ભંગ બદલ 21 આરોપીઓ સામે ફરિયાદ
નોંધી સમન્સ ઈસ્યુ કરી સુનાવણી મુલતવી રાખી છે
કતારગામ
વિસ્તારમાં ગેરકાયદે મંડળી રચી તરૃણીના ઘરમાં
ઘુસીને છેડતી કરવાના ગુનાઈત કારસા અંગે કુલ 21 થી વધુ આરોપીઓ વિરુધ્ધ
થયેલી કોર્ટ ફરિયાદના અનુસંધાને એડીશ્નલ સેશન્સ જજ બી.પી.પુજારાએ આરોપીઓ વિરુધ્ધ
પ્રોસેસ ઈસ્યુ કરી 18મી સપ્ટેમ્બરે સુનાવણી મુલત્વી રાખી
છે.જ્યારે બનાવ સમયે ફરજ પર હાજર કતારગામ પીઆઈએ પોક્સો એક્ટના ભંગની ફરિયાદ ન
નોંધતા સુરત શહેર પોલીસ કમિશ્નરને યોગ્ય ખુલાસો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવા નિર્દેશ આપ્યો છે.
કતારગામ
પોલીસમાં હદમાં રહેતી તરૃણીના ફરિયાદી વાલીએ ગઈ તા.11મી ઓગષ્ટના રોજ કુલ ૨૧થી વધુ આરોપીઓએ
ગેરકાયદે મંડળી રચીને તેના ઘરમાં ઘુસી જઈને તરૃણીની છેડતી કરી હોઈ પોક્સો એક્ટના
ભંગ બદલ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પરંતુ પોલીસે કાર્યવાહી હાથ ન ધરતાં
ફરિયાદીએ વિશાલ આરીવાલા દ્વારા આરોપીઓ વિરુધ્ધ કોર્ટમાં ન્યાય માટે ધા નાખી
હતી.જેથી કોર્ટે સીઆરપીસી-202 હેઠળ ઈન્કવારી કરી તપાસ અહેવાલ રજુ કરવા નિર્દેશ
આપ્યો હતો.આ કેસમાં ફરિયાદી,ભોગ બનનાર,અન્ય
તબીબી સાક્ષી,કતારગામ પોસઈ રાયચંદ ગીતાજી નીનામા તથા નાલમબેન
બેચરભાઈને તપાસ્યા હતા.ફરિયાદપક્ષે રજુ
કરેલા પુરાવા તથા નિવેદનોને ધ્યાને લઈને કોર્ટે તરૃણી સાથે છેડતી કરનાર વિકાસ,બાદલ તથા સુર્યાએ છેડતી કરી હોવાનું નિવેદન આપ્યું હતુ.જે અંગે કતારગામ
પોલીસે બંને પક્ષકારો વચ્ચે સામસામે થયેલી
ફરિયાદો થઈ હોઈ તરૃણીની છેડતી અંગે પોકસો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોધી નહોતી.જેથી
કોર્ટે પોકસો એક્ટની કલમ-7 તથા 8, ઈપીકો-354(એ)114વિરુધ્ધ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધીને સમન્સ
ઈસ્યુ કરીે વધુ સુનાવણી તા.18મી ઓકટોબર સુધી મુલત્વી રાખી
છે.જ્યારે કતારગામ પોલીસ મથકના પીઆઈ વિરુધ્ધ
પોક્સો એક્ટના ભંગનો ગુનો ન નોધવા અંગે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવા નિર્દેશ આપ્યો છે.