પૉલીસી શરતનો ભંગનું કારણ આપી વીમા કંપનીએ રૃા.47,410નો મેડીક્લેઇમ નકારી કાઢયો હતો
Updated: Sep 21st, 2023
સુરત
પૉલીસી શરતનો ભંગનું કારણ આપી વીમા કંપનીએ રૃા.47,410નો
મેડીક્લેઇમ નકારી કાઢયો હતો
વીમાદારના
પુત્રને પોલીસી લીધાના 30 દિવસનો સમયગાળો પુરો થયો ન થયો હોઈ ક્લેઇમ નકારનાર વીમા કંપનીને સુરત
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા પુર્વીબેન જોશીએ
વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.47 હજાર,
અરજીખર્ચ હાલાકી બદલ રૃ.5 હજાર ત્રીસ દિવસમાં
વીમાદારને ચુકવવા હુકમ કર્યો છે.
પુણા
ગામમાં રાધેપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી કીર્તિ વાલજીભાઈ બરવાળીયાએ ધી બજાજ
એલ્યાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની રૃ.5 લાખના સમ એસ્યોર્ડની મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં
હોવા દરમિયાન ફરિયાદીના પુત્ર બિમાર પડતા તા.8-1-2019થી તા.15-1-2019 સુધી હોસ્પિટલમાં નિદાન સારવાર માટે દાખલ થયા હતા.જેનો કુલ ખર્ચ રૃ.47,410 થતાં ફરિયાદીએ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ ફરિયાદીએ વીમા પોલીસી
લીધાના ત્રીસ દિવસના સમયગાળામાં બિમારી થઈ હોઈ પોલીસી શરતના ભંગ બદલ ક્લેઈમ નકારી
કાઢ્યો હતો.જેનાથી નારાજ થઈને ફરિયાદી કીર્તિ બરવાળીયાએ કુ.મોના કપુર મારફતે
ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. સુનાવણી
દરમિયાન ફરિયાદી પક્ષે ડીસ્ચાર્જ સમરી રજુ કરીને જણાવ્યું હતુંકે ફરિયાદીના
પુત્રને દાખલ થયા અગાઉ ત્રણ દિવસથી બિમારી હોવાનું જણાવવામાં આવ્યું છે.જેથી
ફરિયાદીના પોલીસી સમયગાળા તા.4-12-18થી તા.3-12-19 મુજબ ત્રીસ દિવસ પુરા થઈ જાય છે.જેથી વીમા કંપનીએ 30
દિવસ પુરા ન થયા હોઈ પોલીસી શરતના ભંગ બદલ ક્લેઈમ ખોટા કારણોસર નકારી કાઢી સેવામા
ક્ષતિ દર્શાવી છે.