340 કરોડની ડયૂટીચોરીમાં દમણની રોયલ ડિસ્ટીલરીના સંચાલક સામે પ્રોસેસ ઇસ્યુ કરવા હુકમ

by Aadhya
0 comment 2 minutes read

બાર વર્ષ પહેલા એક્સાઇઝ-વેટ ડયૂટીચોરીમાં ઇડીની તપાસ બાદ એજ્યુડીકેશનની કાર્યવાહી કન્ફર્મ રહેતા ઇડીએ દમણ કોર્ટમાં ફરિયાદ કરી છે

Updated: Sep 22nd, 2023


સુરત

બાર વર્ષ પહેલા એક્સાઇઝ-વેટ ડયૂટીચોરીમાં ઇડીની તપાસ બાદ
એજ્યુડીકેશનની કાર્યવાહી કન્ફર્મ રહેતા ઇડીએ દમણ કોર્ટમાં ફરિયાદ કરી છે

બાર
વર્ષ પહેલાં
340 કરોડના ડયુટીચોરી-વેટચોરીના કેસમાં દમણની રોયલ ડીસ્ટ્રીલરી પ્રા.લિ.ના
સંચાલક સુરેશ ખેમાણી વિરુધ્ધ ડીરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટે કરેલી પ્રિવેન્શન  ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કરેલી ફરિયાદને
દમણની સ્પેશ્યલ કોર્ટના જજે માન્ય રાખી આરોપી 
વિરુધ્ધ સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

આજથી
બારેક વર્ષ પહેલાં
2010માં દમણ કચ્ચીગામ રોડ સ્થિત સ્થિત રોયલ ડીસ્ટ્રીલરી પ્રા.લિ.(હાલમાં
મેસર્સ.રીજેન્ટ ફર્સ્ટ પ્રા.લિ.)ના સંચાલક સુરેશ ખેમાણી (રે.ધ જેકર્સ
,કાર્ટર રોડ,બ્રાંદ્રા (વેસ્ટ) મુંબઈ)વિરુધ્ધ સીબીઆઈએ
ઈપીકો-
420,120 બી તથા પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમ-9,13 હેઠળ ફરિયાદ કરી હતી.તદુપરાંત 340 કરોડની એક્સાઈઝ
ડયુટી ચોરી અને વેટ ચોરી બાબતે પણ કેસ કરવામાં આવ્યો હતો.જેને આધાર લઈને ઈડીએ રોયલ
ડીસ્ટ્રીલરી પ્રા.લિ.ના સંચાલકની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમિયાન
આરોપી સંચાલકના ત્યાંથી મળી આવેલી રોકડ રકમ સીઝ કરવામાં આવી હતી.ઈડીને આ કેસમાં
આરોપીઓની જવાબદારી બનતી હોઈ એડ જ્યુડીકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઈડીની
એડજ્યુડીકેશનની પ્રક્રિયામાં કરવામાં આવેલી સીઝરની કાર્યવાહીને કન્પર્મ રાખતા
વિભાગીય અધિકારી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની કલમ
44,45 હેઠળ આરોપી સંચાલક
સુરેશ ખેમાણી વિરુધ્ધ દમણની સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેની સુનાવણી દરમિયાન
અમદાવાદ ઝોનલ ઓફીસ ઈડીના આસીસ્ટન્ટન્ટ ડીરેકટર પુઠ્ઠા વૈણુ એ આ કેસમાં સુરતના
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક કર્યા
હતા.જેથી ફરિયાદીના ફરિયાદના વેરીફિકેશન બાદ ફરિયાદપક્ષના ખાસ સરકારી વકીલની
રજુઆતોને માન્ય રાખીને દમણ કોર્ટે રોયલ ડીસ્ટ્રીલરી પ્રા.લિ.ના સંચાલક વિરુધ્ધ
પ્રોસેસ ઈસ્યુ કરવા હુકમ કરી વધુ સુનાવણી તા.
12મી ઓક્ટોબર
સુધી મુલત્વી રાખી છે.

Source link

You may also like

Leave a Comment