કન્ટેઈનર અડફટે મૃતક ડાયમંડ બ્રોકરના વારસોને 28.98 લાખ વળતર ચુકવવા હુકમ

by Aadhya
0 comment 3 minutes read

બાર વર્ષ પહેલાં કડોદરાથી સુરત આવતા હીરા દલાલને રાજસ્થાનના ટેન્કર ચાલકે અડફટે લેતા ગંભીર ઇજાથી મોત થયું હતું

Updated: Dec 19th, 2023

 


સુરત

બાર વર્ષ પહેલાં કડોદરાથી સુરત આવતા હીરા દલાલને
રાજસ્થાનના ટેન્કર ચાલકે અડફટે લેતા ગંભીર ઇજાથી મોત થયું હતું
    

બાર
વર્ષ પહેલાં મોટર સાયકલ પર કડોદરાથી સુરત આવતા ડાયમંડ બ્રોકરનું રાજસ્થાન પાસીંગના
કન્ટેઈનર ચાલકે સર્જેલા અકસ્માતમાં નિધન થતાં મૃત્તકના વારસોએ કરેલી
30 લાખના અકસ્માત વળતરની
માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ
પ્રણવ એસ.દવેએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક
9
ટકા લેખે
28.98 લાખ વળતર ચુકવવા કન્ટેઈનર ચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.

લંબે
હનુમાન રોડ  સ્થિત નિલકંઠ સોસાયટીમાં રહેતા
38 વર્ષીય
ડાયમંડ બ્રોકર ઘનશ્યામ ભાઈ વશરામભાઈ કુકડીયા ગઈ તા.
19-9-2011ના
રોજ પોતાના મોટર સાયકલ પર બેસીને કડોદરાથી સુરત આવતા હતા.જે દરમિયાન રાજસ્થાનના
નાથદ્વારાના ટ્રાન્સપોર્ટર હરીઓમ દાલચંદ છેછાનીની માલિકીના કન્ટેઈનર્સના ચાલક
મનોહરસિંગ ઉદેસીંગ ચૌહાણ (રે.એડગેલા તા.નાથદ્વારા ઉદેપુર રાજસ્થાન)ના બેદરકારી
ભર્યા ડ્રાઈવીંગને લીધે મોટર સાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.જેથી કન્ટેઈનર્સ તથા
મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી ઘનશ્યામભાઈનું નિધન થયું હતુ.

જેથી
મૃત્તક હીરા દલાલના વિધવા પત્ની અસ્મિતાબેન સંતાનો અવનિક
,રૃત્વિક તથા માતા
શાંતુબેન કુકડીયાએ ટેન્કર ચાલક
,ટ્રાન્સપોર્ટર માલિક તથા ધી
ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની પાસેથી કુલ રૃ.
30 લાખનું વળતર
વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન મૃત્તકના વિધવા વારસો તરફે અનિલ
નાયકે જણાવ્યું હતું કે મૃત્તકની વય માત્ર
38 વર્ષની
હતી.તદુપરાંત ડાયમંડ બ્રોકર તરીકે કામ કરીને મરનાર વાર્ષિક
1.80 લાખથી વધુ આવક ધરાવતા હતા.વાહન અકસ્માતમાં મૃત્તકનું નિધન થતાં તેમના
વારસોને નાણાંમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.જેથી ટ્રીબ્યુનલ કોર્ટે રેકર્ડ પરના
પુરાવા તથા કાનુની જોગવાઈઓને ધ્યાને લઈને મૃત્તકના વારસોને વાર્ષિક
9 ટકા લેખે 28.98 લાખ અકસ્માત વળતર ચુકવવાની
કન્ટેઈનર્સ ચાલક
,માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમ જ
વિભક્ત જવાબદારી છે.

Source link

You may also like

Leave a Comment