16 વર્ષ પહેલાના અકસ્માતમાં ઇજાગ્રસ્તને રૃ.12.95 લાખ વળતર ચુકવવા હુકમ

by Aadhya
0 comments 1 minutes read

બાઇક સવાર કામદારને ટ્રક ચાલકે હડફેટે લેતાં ઘુંટીથી પગ કાપી નાખવો પડયો હતો, પાંસળીની સર્જરી કરવી પડી હતી

Updated: Nov 17th, 2023

 


સુરત

બાઇક
સવાર કામદારને ટ્રક ચાલકે હડફેટે લેતાં ઘુંટીથી પગ કાપી નાખવો પડયો હતો
, પાંસળીની સર્જરી કરવી
પડી હતી

      

સોળ વર્ષ
પહેલાં ટ્રક હડફેટે ગંભીર ઈજા પામેલા ઈજાગ્રસ્તે કરેલી
9 લાખના અકસ્માત વળતરની માંગને
મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ મંજુર કરીને
અરજદાર ઈજાગ્રસ્તને વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત કુલ રૃ.
12.95
લાખ અકસ્માત વળતર ચુકવવા ટ્રકચાલક
,માલિક તથા વીમા કંપનીને હુકમ
કર્યો છે.

સુરત રેલ્વે
સ્ટેશન પર પાર્સલ વિભાગમાં કોન્ટ્રાક્ટર બેઝ પર લોડીંગ અનલોડીંગનું કામ કરતાં
38 વર્ષીય અબ્બાસ યુસુફભાઈ
સૈયદ (રે.લિંબાયત) તા.
4-11-2006ના રોજ પોતાના મિત્ર રાજપાલ લોધી
સાથે મોટર સાયકલ પર બેસીને રેલ્વે સ્ટેશનથી ઉધના તરફ જતાં હતા. જે દરમિયાન કડોદરા ચાર
રસ્તા પર આવેલી બોમ્બે સવાઈ માધોપુર ટ્રાન્સપોર્ટના સંચાલક રફીક મહમ્મદ જગરૃદ્દીન(રે.સવાઈ
માધોપુર રાજસ્થાન)ની માલિકીના ટ્રકના ચાલક ઈસ્લામ ચિત્તારખાને બેદરકારીથી ટ્રક ચલાવીને
મોટર  સાયકલને હડફેટે લીધી હતી. જેથી ટ્રકે
સર્જેલા અકસ્માતના કારણે અબ્બાસ સૈયદને પગની ઘુંટી તથા પાંસળી સહિત શરીરના અન્ય ભાગોમાં
મલ્ટીપલ ફ્રેકચર સાથે ગંભીર ઈજા થઇ હતી. જેની એકથી વધુવાર સારવાર દરમિયાન
5.12 લાખથી વધુ ખર્ચ થયો હતો. જેથી  ઈજાગ્રસ્ત
અબ્બાસ સૈયદે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક
, માલિક તથા ધી નેશનલ
ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કુલ રૃ.
9 લાખના વળતરની માંગ કરી હતી.
જેની સુનાવણી દરમિયાન એમ.જે.ભુરીયા શેઠે જણાવ્યું હતું કે
, અરજદારના
થયેલી ઈજાના કારણે ડાબો પગ ઘુંટણથી કાપી નાખવો પડયો છે. પાંસળીમાં થયેલી ઈજાની પણ સર્જરી
કરાવવી પડી છે. અરજદારે લાંબા સમય સુધી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે
.
અરજદાર38 વર્ષના તથા વાર્ષિક 30 હજારની આવક ધરાવતા હતા. જેથી ટ્રીબ્યુનલ જજે ઈજાગ્રસ્ત અરજદારને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.12.95 લાખ અકસ્માત વળતર ચુકવવા
ટ્રક ચાલક
, માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી
હોવાનો નિર્દેશ આપ્યો છે.

Source link

You may also like

Leave a Comment