ક્વોરેન્ટાઇન રહીને સારવાર લીધી હતી ઃ રૃા.1 લાખનો ક્લેઇમ ટેકનીકલ વાંધો ઉઠાવી નકાર્યો હતો
Updated: Dec 30th, 2023
સુરત
ક્વોરેન્ટાઇન
રહીને સારવાર લીધી હતી ઃ રૃા.1 લાખનો ક્લેઇમ ટેકનીકલ વાંધો ઉઠાવી નકાર્યો હતો
કોરાના
પોઝીટીવ વીમાદારનો ક્લેઈમ ટેકનિકલ કારણોસર નકારનાર વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે કુલ રૃા.1લાખ વીમાદારને ચૂકવી આપવા
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા સભ્ય પુર્વીબેન
જોશીએ હુકમ કર્યો છે.
પુણા-સીમાડા
રોડ પર નકળંગપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી સંજયભાઈ અમૃતભાઈ કાનપરીયા રિલાયન્સ
જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વર્ષ-2020-21 દરમિયાન રિલાયન્સ કોવિડ-19 પ્રોટેકશન ઈન્સ્યુરન્સના
નામે 1 લાખની સમએસ્યોર્ડની પોલીસી ઉતરાવી હતી. દરમિયાન
ફરિયાદીને તાવ તથા કફની બિમારી જણાતાં તા. 9-7-20ના રોજ
ખાનગી હોસ્પિટલમાં નિદાન સારવાર કરાવતા કોવિડ પોઝીટીવ આવતા હોમ ક્વોરેન્ટાઇન રહી
સારવાર મેળવી હતી. જેથી ફરિયાદીએ કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવ્યા બાદ તબીબી સારવાર
મેળવી હોઈ વીમા કંપની પાસેથી ક્લેઈમ મેળવવા માંગ કરી હતી. પરંતુ વીમા કંપનીએ
પ્રપોઝલ સમયે હોમ કોરેન્ટાઈન હોવા,અયોગ્ય રજુઆત તથા મટીરીયલ
ફેક્ટ છુપાવી હોવાનું જણાવી ટેકનિકલ કારણોસર ક્લેઈમ નકારતા ફરિયાદીએ ગ્રાહક
કોર્ટમાં ફરિયાદ કરી હતી.ફરિયાદપક્ષે જણાવ્યુ ંહતું કે વીમાદાર ક્લેઈમ મેળવવા
હક્કદાર હોવા છતાં વીમા કંપનીએ ક્લેઈમ નકારીને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી છે. જેને
ગ્રાહક કોર્ટે માન્ય રાખી વીમાદારને ક્લેઇમની રકમ અને હાલાકી-અરજી ખર્ચ પેટે રૃા.5 હજાર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.