PAN આધાર લિંક કરવાની છેલ્લી તારીખ: જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર (PAN-Aadhaar Link) સાથે લિંક કર્યું નથી, તો આજે એટલે કે 30 જૂન આમ કરવાની છેલ્લી તારીખ છે.
આજે લોકોને પાન-આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કરદાતાઓને 31 માર્ચ 2023 સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ, સીબીડીટીએ લોકોને વધુ સમય આપતા PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવી હતી.
જે લોકો આજે પણ પોતાના PAN ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવે, તેમનું PAN કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
જે લોકોનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે, તે કાર્ડ ધારક મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારમાં રોકાણ જેવી બાબતો કરી શકશે નહીં. આ સિવાય આજના સમયમાં બેંક ખાતું ખોલાવવાથી લઈને અન્ય કોઈપણ મહત્વપૂર્ણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે.
તો પણ તમે તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી શકો છો.
આ રીતે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું
- સૌ પ્રથમ, તમારે આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરવું પડશે.
- Quick Links વિભાગ પર જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો.
- આમ કરવાથી તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે. તમારો PAN નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર અહીં દાખલ કરો.
- આ પછી ‘I validate my Aadhaar details’નો વિકલ્પ પસંદ કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP દાખલ કર્યા પછી, તમારે ‘Validate’ પર ક્લિક કરવાનું રહેશે.
- 1000 રૂપિયાનો દંડ ભર્યા બાદ તમારો PAN આધાર સાથે લિંક થઈ જશે.
આ લોકો માટે પાન-આધાર લિંક કરાવવું ફરજિયાત નથી
- આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયના નાગરિકોને પાન-આધાર લિંક કરવાની જરૂર નથી.
- આવકવેરા અધિનિયમ, 1961 મુજબ, બિન-નિવાસીઓ માટે PAN-આધાર લિંક કરવું ફરજિયાત નથી.
- જો તમે ભારતના નાગરિક ન હોવ તો પણ PAN-આધારને લિંક કરવાની જરૂર નથી.