વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ માનવામાં આવે છે. શુક્ર શુભ પ્રભાવને કારણે આ રાશિના જાતકોના જીવનમાં દરેક સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. એ જ કારણ છે કે આ રાશિના લોકો પૈસા ખર્ચ કરવામાં બધા કરતાં આગળ રહે છે. સાથોસાથ આ રાશિના લોકો કંજુસાઈ પસંદ કરતા નથી. તે સિવાય આ રાશિના જાતકોને મોંઘી ચીજ ખરીદવા નો શોખ હોય છે
મિથુન રાશિ
આ રાશિના લોકો જેટલી ઝડપથી પૈસા કમાય છે, તેનાથી વધારે ઝડપથી પૈસા ખર્ચ પણ કરે છે. તેના કારણે મિથુન રાશિના લોકો ખર્ચાળ સ્વભાવના માનવામાં આવે છે. આ રાશીનાં જાતકો સુખ સુવિધાઓ પાછળ ખુબ જ વધારે પૈસા ખર્ચ કરે છે. હકીકતમાં આ રાશિના જાતકો પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે. બુધ ગ્રહ વેપાર અને બુદ્ધિનો કારક છે. એટલા માટે મિથુન રાશિના જાતકો વેપારમાંથી ખુબ જ પૈસા કમાય છે અને ખર્ચ કરવામાં બીજા લોકો કરતાં ખુબ જ આગળ રહે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી ગ્રહ સુર્ય દેવ છે. સુર્યનાં શુભ પ્રભાવથી આ રાશિના લોકો લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ કરે છે. સાથો સાથ આ રાશિના જાતકો રાજા જેવું સુખ મેળવવા માંગે છે. તેના માટે તેઓ ખુબ જ મહેનત પણ કરે છે. સિંહ રાશિના લોકો બ્રાન્ડેડ ચીજોમાં ખુબ જ પૈસા ખર્ચ કરે છે.
તુલા રાશિ
શોખની બાબતમાં આ રાશિના લોકો બીજા લોકો કરતા આગળ રહે છે. તેમનો આ ગુણ શુક્ર દેવને લીધે હોય છે. શુક્ર ભૌતિક સુખોનો કારક છે. જેમની કુંડળીમાં શુક્ર મજબુત રહે છે. તેમને બધા સુખ પ્રાપ્ત થાય છે. તુલા રાશિના લોકો હરવા-ફરવાની બાબતમાં ખુબ જ પૈસા ખર્ચ કરે છે.