વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ 22 જુલાઈના રોજ મુંબઈમાં ટોચની 100 કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સ્થાનિક ઉત્પાદનનો હિસ્સો વધારવા અને દેશની નિકાસને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. એક અધિકારીએ આ માહિતી આપી.
સેક્રેટરી રાજેશ કુમાર સિંઘ સહિત ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) ના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન મંત્રાલયે દેશના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો વધારવા, માલસામાન અને સેવાઓની નિકાસ વધારવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કરવાના માર્ગો પર ઉદ્યોગના નેતાઓ પાસેથી સૂચનો માંગ્યા છે.
‘ઉન્નતિ રાઉન્ડટેબલ: NSE/BSEની ટોચની 100 કંપનીઓ’ શીર્ષકવાળી ચર્ચા આ સમયે મહત્ત્વપૂર્ણ છે કારણ કે વૈશ્વિક માંગમાં મંદીને કારણે દેશની નિકાસ ઘટી રહી છે.
આ પણ વાંચો: દેશના તમામ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર 2030 સુધીમાં ‘ઇલેક્ટ્રીક’ હોવા જોઇએઃ અમિતાભ કાંત