Updated: Oct 19th, 2023
– પોલીસ
પાસે વાનચાલકે પુત્રના વાનના ભાડાના પૈસાની માંગણી કર્યા બાદ બંને વચ્ચે રકઝક થઇ
હતી
સુરત, :
પુત્રના
વાન ભાંડાના પૈસાની માંગણી કરવાના મુદ્દે ઉધનામાં પોલીસકર્મીએ કેન્સર ગ્રસ્ત
સ્કૂલવાન ચાલકને માર માર્યો હોવાને આક્ષેપ કર્યા હતા. જેથી તેની સારવાર માટે નવી
સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં નવાગામ ખાતે સીતારામ નગરમાં રહેતા ૪૫ વર્ષીય ધનશ્યામ ઉર્ફે દાના ભરવાડ સ્કૂલ અને
ટયુશન વાનની વર્દી મારી પરિવારનું ભરણપોષણ કરે છે. જોકે આજે બપોરે તેને સારવાર
માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું કે
ઉધના વિસ્તારમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરનો પુત્ર ધો.૧૦ માં ભણે છે. તેમના
પુત્રને કેન્સર ગ્રસ્ત દાનાભાઈ સ્કુલવાનમાં ટયુશને મૂકવા લેવા જાય છે. જેથી દાનાએ
પોલીસકર્મી પાસે પુત્રના વાનના ભાંડા પૈસા માંગણી કરી હતી. જેથી આજે સવારે ભાંડા
પૈસા આપવા માટે પોલીસકર્મી રધુવીરે તેમને ઘરે બોલાવ્યા હતા. બાદમાં ભાંડા પૈસા
માંગવાના મુદ્દે પોલીસકર્મી રધુવીર અને દાના વચ્ચે રકઝક થઇ હતી. બાદમાં રઘુવીરે
તેમને ધાક ધમકી આપ્યા બાદ મોઢામાં તમાચો અને માર માર્યો હોવાન આક્ષેપ કર્યા હતા.
જેથી તેના માઢાના ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.