Updated: Oct 1st, 2023
– ”સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “એક તારીખ એક ઘંટા” શ્રમદાન નો કાર્યક્રમ
– ભાજપના પ્રદેશ અને શહેર પ્રમુખ સહિત અનેક લોકોએ નાવડી ઓવારા પર કચરો સાફ કર્યો, શાળાના શિક્ષકોએ સ્કુલની આસપાસના વિસ્તારમાં સફાઈ કરી
સુરત, તા. 01 ઓક્ટોબર 2023, રવિવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન ૦૨ ઓક્ટોબરને સ્વચ્છતા માટે જનઆંદોલનની ઉજવણી કરવા ” સ્વચ્છ ભારત દિવસ ” તરીકે ઉજવણી થઈ રહી છે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “એક તારીખ એક ઘંટા” શ્રમદાન નો કાર્યક્રમ નું આહવાન કર્યું હતું. જે અંતર્ગત આજે સુરત શહેરમાં સુરતમાં રાજકારણીઓ- શિક્ષકો અને નેતાઓએ કર્યું સફાઈ અભિયાન કરી શ્રમદાન કર્યું હતું.
ભાજપના પ્રદેશ અને શહેર પ્રમુખ સહિત અનેક લોકોએ નાવડી ઓવારા પર કચરો સાફ કર્યો, શાળાના શિક્ષકોએ સ્કુલની આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. ભાજપ દ્વારા સુરત મહાનગર ના દરેક વોર્ડ દીઠ બે જગ્યાએ સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું.શહેરના સ્લમ વિસ્તાર સાથે અન્ય વિસ્તારમાં સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરની અનેક સ્કૂલમાં શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અનેક નેતાઓએ શહેરના તાપી કિનારે આવેલા નાવડી ઓવારા ખાતે સફાઈ અભિયાન કર્યું હતું.