Updated: Jan 7th, 2024
– પાંડેસરા-ડિંડોલી
ઓવરબ્રિજ ચઢતા
– નાના
વરાછા સ્થિત ચીકુવાડીમાં રહેતા ભુપતભાઈ બરવાળીયા ઘરે જઇ રહ્યા હતા ત્યારે જીવલેણ
અકસ્માત નડયો
સુરત :
પાંડેસરા
થી નાના વરાછા ખાતે ઘરે જતી વખતે શનિવારે સાંજે પાંડેસરા -ડીંડોલી ઓવર બ્રિજ ચડતા
ઊભેલી ટ્રક પાછળ બાઈક ભટકાતા ઈજા પામેલા બે વ્યક્તિ પૈકી પ્રોઢનું મોત નીપજ્યું
હતું. જ્યારે તેમના સાથી કામદારને સામાન્ય ઈજા થઈ હતી.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ નાના વરાછા ખાતે ચીકુવાડી પાસે સ્નેહ મિલન સોસાયટીમાં
રહેતા ૫૫ વર્ષીય ભુપતભાઈ કરમશીભાઈ બરવાળીયા શનિવારે સાંજે તેમના સાથી કામદાર
ગોવર્ધન સાથે બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે પાંડેસરા -ડીંડોલી ફયાલ ઓવર
બ્રિજ ચડતા ઉભેલી ટ્રકની પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં
ગંભીર ઈજા થતાં ભુપતભાઈને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભુપતભાઈ
મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના દમરાળા ગામના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર
અને બે પુત્રી છે. જ્યારે તે પાંડેસરામાં ફનચરની કંપનીમાં નોકરી કરતા હતા. આ અંગે
ભેસ્તાન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.