એવી માન્યતા છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. આ દિવસે રામ નવમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રામ નવમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેક વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “રામ નવમીની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. જય શ્રી રામ!”
એવી માન્યતા છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. આ દિવસે રામ નવમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે રામ નવમીના
અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને સત્ય અને સદાચારની મર્યાદાઓનું પાલન કરવાનું શીખવે છે.
અમિત શાહે ટ્વીટ કર્યું કે, “તમામ દેશવાસીઓને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જીવન આપણને મર્યાદાઓનું પાલન કરવાનું અને સત્ય અને સદાચારના માર્ગ પર ચાલવાનું શીખવે છે. ભગવાન શ્રી રામ દરેક પર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે.