પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે માહિતી આધારીતદસ્તાવેજીકરણ ઉપર ભાર મૂક્યો છે.તેઓએ વિશ્વ આર્યુર્વેદ સંમેલનનાં સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતુ કે આર્યુર્વેદરોગની સારવાર ઉપરાંત માનવીના સર્વગ્રાહી આરોગ્યને સુનિશ્ચિત કરે છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગાઝીયાબાદમાં રાષ્ટ્રીય યુનાની મેડીસીન સંસ્થા, દિલ્હીમાંરાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા અને ગોવામાં રાષ્ટ્રીય આર્યુર્વેદ સંસ્થાઓનું વિડિયો કોન્ફરન્સીંગમાધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું.તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં યોગ અને આયુર્વેદ ઉપચાર પધ્ધતિ લોકો માટેઆશાનું નવું કિરણ બન્યા છે, ત્યારે આ ત્રણેય સંસ્થાઓ નાગરીકો તથા આર્યુર્વેદ –હોમીયોપેથી સારવાર પધ્ધતિ માટે ઉપયોગી નીવડશે.આંતરરાષ્ટ્રીય કક્ષાના આ સંમેલનમાં પચાસ દેશોના ચારસો જેટલા પ્રતિનિધીઓએભાગ લીધો હતો.