48
પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સનું રોકાણ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ફેબ્રુઆરી 2023માં 44 ટકા ઘટીને $3.7 બિલિયન થયું હતું. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
ઈન્ડિયન વેન્ચર એન્ડ ઓલ્ટરનેટિવ કેપિટલ એસોસિએશન અને એડવાઈઝરી ફર્મ EYએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, લાંબા ગાળાના રોકાણકારોએ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં 13 ટકા ઓછું રોકાણ કર્યું હતું.
EYના પાર્ટનર વિવેક સોનીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક મંદીની વધતી જતી ચિંતા, મૂડીની વધતી કિંમત અને વિક્રેતાઓ અને રોકાણકારો વચ્ચેના મૂલ્યાંકન આકાંક્ષાઓમાં અસંગતતા મૂડીના રોકાણ માટે મુખ્ય અવરોધ બની રહી છે.”