બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી તેની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’થી પડદા પર કમબેક કરવા જઈ રહી છે. જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિનેત્રી માતાના રોલમાં જોવા મળશે. જે નોર્વેમાં રહેતી બંગાળી મહિલા છે. તે તેના પતિ અને બે બાળકો સાથે નોર્વેમાં રહે છે. જેની ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી રહી છે. અભિનેત્રી તેના બાળકો શુભ અને શુચીને ખૂબ પ્રેમ કરે છે.
ટ્રેલરમાં અભિનેત્રી તેના બાળકોની કસ્ટડી માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. ચાઈલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસિસના જણાવ્યા અનુસાર તેમના બાળકો તેમની પાસેથી લેવામાં આવ્યા છે. રાની મુખર્જી તેના બાળકો માટે કોર્ટના ચક્કર લગાવતી જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર ઝી સ્ટુડિયોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 47 સેકન્ડનું આ ટ્રેલર ઘણું રસપ્રદ છે.
આશિમા ચિબ્બર દ્વારા દિગ્દર્શિત મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વે એક સત્ય ઘટના પર આધારિત છે. જેમાં રાની મુખર્જી ઉપરાંત અનિર્બાન ભટ્ટાચાર્ય, જીમ સરભ અને નીના ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 3 માર્ચ, 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 21 માર્ચ, 2023 કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 21 માર્ચ, 2023ના રોજ રાની મુખર્જીના જન્મદિવસના અવસર પર રિલીઝ થશે.