ભારતીય રિઝર્વ બેંકે વિવિધ બેંકોમાં દાવા વગરની થાપણોને ટ્રેક કરવા માટે કેન્દ્રીયકૃત પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બેંકો પાસે મોટી સંખ્યામાં એવા ખાતા છે જેમાં વર્ષોથી કોઈ વ્યવહાર થયો નથી. ફેબ્રુઆરી 2023 સુધીમાં, જાહેર ક્ષેત્રની બેંકોએ લગભગ 35,000 કરોડ રૂપિયાની થાપણો રિઝર્વ બેંકમાં ટ્રાન્સફર કરી છે, જેમાં છેલ્લા 10 વર્ષથી કોઈ વ્યવહાર થયો નથી.
ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે થાપણદારો અને લાભાર્થીઓની પહોંચને સુધારવા અને વિસ્તૃત કરવા માટે એક વેબ પોર્ટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આના દ્વારા વિવિધ બેંકોમાં જમા કરાયેલા દાવા વગરની રકમ શોધી શકાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની રકમ જમા છે. આ પછી પંજાબ નેશનલ બેંકમાં 5,340 કરોડ રૂપિયાની દાવા વગરની રકમ છે.
કેનેરા બેંકમાં આવી થાપણોની રકમ રૂ. 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડા (BOB)માં રૂ. 3,904 કરોડ છે.