GT vs DC IPL 2022: હાર બાદ પણ રિષભ પંતે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

IPL 2022માં શનિવારે રમાયેલી 10મી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 14 રને પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટે 171 રન બનાવ્યા હતા.

by Aaradhna
0 comment 1 minutes read
હાર બાદ પણ રિષભ પંતે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

IPL 2022માં શનિવારે રમાયેલી 10મી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 14 રને પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટે 171 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી કેપ્ટન ઋષભ પંત એકલા હાથે લડ્યો હતો. તેણે આ મેચમાં 29 બોલમાં સાત ચોગ્ગાની મદદથી સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમની હાર છતાં કેપ્ટન પંતે પોતાના માટે એક મોટી વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરી છે.

પંતે દિલ્હી માટે તે કારનામું કર્યું છે જે અત્યાર સુધી ટીમના કોઈ બેટ્સમેન નથી કરી શક્યું. કેપ્ટન ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે 2500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પંત સિવાય દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી કોઈ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી. પંત છેલ્લી સિઝનમાં પણ દિલ્હીની ટીમનો કેપ્ટન હતો, જ્યારે 2020માં દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને મુંબઈ ઈન્ડિયન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત ટાઇટન્સ મેચમાં, ગુજરાતે ઓપનર શુભમન ગિલની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ પછી લોકી ફર્ગ્યુસનની ધમાકેદાર બોલિંગ વડે દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. ગુજરાત ટાઇટન્સના 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી ફર્ગ્યુસન (28 રનમાં 4 વિકેટ) અને મોહમ્મદ શમી (30 રનમાં 2 વિકેટ)ની તીક્ષ્ણ બોલિંગ સામે નવ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. 

You may also like

Leave a Comment