સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સકારાત્મક વલણ અને યુએસ ડોલરમાં નબળાઈ વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 9 પૈસા સુધરીને 82.31 પર પહોંચ્યો હતો.
ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં, રૂપિયો ડોલર સામે 82.36 પર ખૂલ્યો હતો, પછી 82.31 પર સુધર્યો હતો, જે પાછલા ટ્રેડિંગ દિવસની તુલનામાં નવ પૈસાનો વધારો દર્શાવે છે. શુક્રવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 82.40 ના સ્તર પર બંધ થયો હતો.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.11 ટકા ઘટીને 103 પર આવી ગયો છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.04 ટકા વધીને બેરલ દીઠ $75.02 પર છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ શુક્રવારે રૂ. 1,720.44 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ શેરબજારના આંકડાઓ અનુસાર.