વિદેશી ભંડોળના પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 24 પૈસા સુધરીને 82.10 થયો હતો. સ્થાનિક શેરબજારમાં આવેલી તેજી અને યુએસ ડૉલરની નબળાઈથી સ્થાનિક ચલણને પણ ફાયદો થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.12 પર ખુલ્યો હતો.
શરૂઆતના સોદામાં તે 82.16 થી 82.10ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 18 પૈસાના ઘટાડા સાથે 82.34 પર પહોંચ્યો હતો. ગુરુવારે રામ નવમીના કારણે બજારો બંધ રહી હતી.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.05 ટકા વધીને 102.20 પર પહોંચ્યો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.24 ટકા ઘટીને બેરલ દીઠ $79.08 હતું.
શેરબજારના ડેટા અનુસાર બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 1,245.39 કરોડના શેરની ખરીદી કરી હતી.