સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડા અને વિદેશમાં યુએસ ડૉલરની મજબૂતી વચ્ચે શુક્રવારે શરૂઆતના વેપારમાં અમેરિકી ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને 82.24 થઈ ગયો હતો. ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ડૉલરની મજબૂતી અને સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ઘટાડાને કારણે રૂપિયા પર દબાણ સર્જાયું છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 82.32 પર ખુલ્યો હતો. સ્થાનિક ચલણ, જોકે, અમુક અંશે નુકસાનને ઓછું કરી અને 82.24 પર સ્થિર થયું, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 4 પૈસાનો ઘટાડો દર્શાવે છે.
ગુરુવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 82.20 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.06 ટકા વધીને 102.63 પર પહોંચ્યો હતો.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.16 ટકા ઘટીને $75.79 પ્રતિ બેરલ હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે રૂ. 995 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.