શેરબજાર આજે એટલે કે મંગળવારે બંધ રહેશે. આજે મહાવીર જયંતિ નિમિત્તે બજારમાં રજા છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે શેરબજાર બે દિવસ બંધ રહેશે. આજે મહાવીર જયંતિ ઉપરાંત ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજારમાં રજા રહેશે.
બજારની રજાઓ વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટ www.bseindia.com પર જઈ શકો છો.
બીજી તરફ, જો આપણે ગઈકાલના બજારની વાત કરીએ તો, સ્થાનિક શેરબજારમાં ઉછાળાનો ટ્રેન્ડ સોમવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ચાલુ રહ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ લગભગ 115 પોઈન્ટ ચઢ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં મુખ્યત્વે ઓટો, બેંક અને કેપિટલ ગુડ્સ કંપનીઓમાં ખરીદીએ બજારને ઊંચુ રાખ્યું હતું.
30 શેરવાળો સેન્સેક્સ 114.92 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 59,106.44 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન તે 58,793.08 થી 59,204.82 પોઈન્ટની રેન્જમાં રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં 22 નફામાં જ્યારે આઠ નુકસાનમાં હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરોવાળા નિફ્ટી પણ 38.30 પોઈન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 17,398.05 પોઈન્ટ પર બંધ થયા છે. નિફ્ટી શેરોમાં 32 નફામાં જ્યારે 18 નુકસાનમાં હતા.
છેલ્લા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં 1,492 પોઈન્ટનો વધારો થયો છે
છેલ્લા ત્રણ સત્રમાં સેન્સેક્સ 1,492 પોઈન્ટ્સ અથવા 2.51 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી 446 પોઈન્ટ્સ અથવા 2.9 ટકા વધ્યો છે. ઓટો, કેપિટલ ગુડ્ઝ અને બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં ઉછાળાથી બજારોને ટેકો મળ્યો હતો. જોકે, IT, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ અને મેટલ શેરોમાં વેચવાલીએ લાભને મર્યાદિત કર્યો હતો.