Updated: Dec 29th, 2023
– પ્રમુખછાયા
સોસાયટીમાં ભાડેથી રહે છે : રોકડા,
દાગીના સહિતનો સામાન , ફર્નિચર અને ઘરવખરી બળી
ગઇ
સુરત,:
પુણાગામ વિસ્તારમાં આજે ગુરુવારે સવારે દંપતિ ઘરેથી પોતાના કામે
નીકળી ગયા હતા. બાદ ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા નાસભાગ થઇ જવા પામી હતી.
ફાયર
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે પ્રમુખછાયા સોસાયટીમાં ભાંડે રહેતા
દંપતિ આજે ગુરુવારે સવારે ઘરનો દરવાજો બંધ કરીને કામે નીકળ્યા હતા. બાદમાં તેમના
ઘરમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જોકે આગના લીધે વધુ પ્રમાણમાં
ઘુમાડો બાહર સુધી દેખાવવા લાગ્યો હતો.જેથી સ્થાનિક રહીશોમાં ભાગદોડ થઇ જવા પામી
હતી.
એટલું જ
નહીં આજુબાજુના કેટલાક લોકો દોડી આવીને પાણીનો છટકાવ કરીને આગ બુઝાવવાની કોશિશ કરી
હતી પરંતુ આગ કાબુ નહિ આવતા ફાયર બિગ્રેડને જાણ લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા
અને ૧૫ થી ૨૦ મિનિટમાં આગ બુઝાવતા ત્યાં હાજર લોકોએ હાસકારો અનુભવ્યોહતો. જયારે
આગને લીધે તિજોરી, રોકડ રકમ,દાગીના,કબાટ,ફનચર,ગાદલા,ઘરવકરી સહિતની
ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનુ ફાયર ઓફિસ
સુધીર ગઢવીએ જણાવ્યું હતું.