45
જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓના ડિરેક્ટરોની શોધ કરતી ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરોએ ગુરુવારે LICના ચેરમેન પદ માટે સિદ્ધાર્થ મોહંતીનું નામ ફાઇનલ કર્યું હતું. LICના ચેરમેનની પસંદગી ચાર મેનેજિંગ ડિરેક્ટરોમાંથી કરવામાં આવે છે.
ચારેય ઉમેદવારોના પ્રદર્શનના આધારે, 23 માર્ચે તેમનો ઇન્ટરવ્યુ લીધા પછી, FSIB એ LICના અધ્યક્ષ પદ માટે સિદ્ધાર્થ મોહંતીની પસંદગી કરી છે.