ગાંધીસ્મૃતિ ભવન માટે છઠ્ઠી વખત ટેન્ડરીંગ, 19મીએ પ્રાઇઝ બીડ ખૂલશે

by Aadhya
0 comment 3 minutes read

Updated: Oct 12th, 2023


પાંચ પ્રયાસમાં પણ એજન્સી નહી મળતા ગ્રીન કન્સેપ્ટ
બિલ્ડીંગના અનુભવની શરત દુર કરાઇઃ હાલમાં રૃા.
39.84 કરોડનો અંદાજ

સુરત,

સુરતના
નાનપુરા ખાતેના શહેરના સૌપ્રથમ નાટયગૃહ ગાંધીસ્મૃતિ ભવનને
2019માં તોડી પડાયા બાદ ગ્રીન
કન્સેપ્ટના અનુભવની શરત દુર કરીને છઠ્ઠી વખત ટેન્ડર બહાર પડાયા છે.
18 ઓક્ટોબરની આખરી તારીખ બાદ 19 ઓક્ટોબરે પ્રાઇડ બીડ ખોલાશે.

સુરત પાલિકાએ
ગાંધી સ્મૃતિ ભવન બનાવવા માટે
39.50 કરોડનું અંદાજ જાહેર કરી પાંચમી વખત ટેન્ડર બહાર પાડયા હતા તેમાં એક માત્ર
એજન્સી આવી હતી. અને અંદાજ કરતા 
42 ટકા ઉંચા એટલે 39.50 કરોડના બદલે 56.29 કરોડનું ટેન્ડર ભરતા આજે સ્થાયી સમિતિમાં ટેન્ડર દફતરે કરાયું હતું.

સ્થાયી સમિતિ
અધ્યક્ષ રાજન પટેલ જણાવ્યું કે
,
ગાંધીસ્મૃતિ ભવનને હેરીટેજ લૂક આપવા સાથે ગ્રીન બિલ્ડીંગ તરીકે ડેવલપ
કરવા એજન્સી માટે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટના અનુભવની શરત રખાતા ટેન્ડરમાં ઓછી એજન્સી
અને ઊંચા ટેન્ડર આવે છે. જેથી આ ક્રાઇટેરીયા દુર કરીને
7 ઓક્ટોબરે
નવા ટેન્ડર બહાર પડાયા છે. જેમાં રૃા.
39.84 કરોડનું અંદાજ મૂકવામાં
આવ્યો છે. આ છઠ્ઠા પ્રયાસમાં વધુ એજન્સી ટેન્ડરમાં ભાગ લે તેવી શક્યતા છે.
19 ઓક્ટોબરે ટેન્ડરો ખોલ્યા બાદ કામગીરી આગળ ધપાવાશે

 

ગાંધીસ્મૃતિ
ભવન
41
વર્ષ ધમધમતું રહ્યુંઃ મુંબઇ
, અમદાવાદના ખ્યાતનામ કલાકારો પણ
આવ્યા

        સુરત,

1980માં  ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ
કરવામાં આવ્યું હતું.
800પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું આ નાટય
ગૃહ સતત
42 વર્ષ સુધી ધમધમતું રહ્યું હતું. 1980માં ખાત મુર્હુત બાદ લોકાર્પણ 1986માં કરવામાં
આવ્યું હતું. અંદાજે દર વર્ષે આ નાટયગૃહમાં
500 જેટલા
કાર્યક્રમ થતા હતા. તેમાથી
300 જેટલા નાટક ભજવાતા હતા. સુરત,
અમદાવાદ, મુંબઇ ના ખ્યાતનામ કલાકારો ગાંધી
સ્મૃતિ ભવન માં કાર્યક્રમો કરવા આવતા હતા.
41 વર્ષમાં સૌથી
મોટું રીપેરીંગ વર્ષ
2011માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
દર ચોમાસામાં માત્ર સામાન્ય રીપેરીંગ કરવામાં આવતું હતું.  જુલાઈ
2019માં પ્રેક્ષક
ગૃહની છત પરથી પીઓપી તૂટી પડયા બાદ ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરવાનો નિર્ણય કરવામા
આવ્યો હતો. ત્યારબાદ તેને ઉતાર ીલેવાનો નિર્ણય લેવાયો હતો. તેની સાથે બાજુમાં થોડા
સમય પહેલ બનેલા મલ્ટી લેવલ પાર્કિંગને પણ તોડી પડાયું હતું.

Source link

You may also like

Leave a Comment